1 ફેબ્રુઆરીએ મોદી સરકાર આપશે મોટી ગિફ્ટ, તમને મળશે સીધો ફાયદો

PC: timedotcom.files.wordpress.com

લોકસભા ચૂંટણી આવી રહી છે, જેનો ફાયદો સામાન્ય જનતાને મળશે તે પાક્કું છે. કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા ઘણી જનતાના હિતમાં જાહેરાત કરી શકે છે. રિપોર્ટ મુજબ 1 ફેબ્રુઆરીના રોજ મોદી સરકારે જનતાને એક મોટી ગિફ્ટ આપી શકે છે. વાત એવી છે કે, સરકાર તરફથી ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદા વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેનો સીધો ફાયદો એ લોકોને મળશે, જેમની વાર્ષિક કમાણી 5 લાખ રૂપિયા સુધી હશે.

રિપોર્ટ મુજબ નાણામંત્રી અરૂણ જેટલીએ ભાજપ સરકારના છેલ્લા બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે મધ્યમ વર્ગને રાહત આપતા ઇન્કમ ટેક્સમાં છૂટની મર્યાદા વધારીને ડબલ કરી દેવામાં આવશે. જો આવું થશે તો જે લોકો અત્યારસુધી 2.5 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી કરીને ટેક્સ આપતા હતા, તેમણે 5 લાખ રૂપિયા સુધીની કમાણી પર સરકારને ઇન્કમ ટેક્સ નહીં આપવો પડે. હાલમાં 2.5થી 5 લાખ રૂપિયાની આવક પર 5% ઇન્કમ ટેક્સ આપવો પડે છે.

આ સિવાય જે લોકોની વાર્ષિક કમાણી 5થી 10 લાખ રૂપિયા સુધીની છે, તેઓ 20% સ્લેબમાં આવે છે, તેમને પણ સરકાર તરફથી ફાયદાના સમાચાર મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp