બિટકોઇનમાં 3 મહિનામાં જ પૈસા ડબલ થઇ ગયા

PC: theguardian.com

ક્રિપ્ટોકરન્સીના ભવિષ્યની અનિશ્ચિતતાઓ  હજુ પણ યથાવત છે, આમ  છતા બજાર વધી રહ્યું છે અને હાલમાં ક્રિપ્ટો બજારમાં તેજીને કારણે વેલ્યૂએશન 2 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે. બિટકોઇન સહિતની અન્ય ક્રિપ્ટો કરન્સીની તેજીમાં મુખ્ય કારણ રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોનો ભરોસો છે. બિટકોઇનમાં રોકાણ કરનારાઓ માલમાલ થઇ ગયા છે. છેલ્લાં 3 જ મહિનામાં બિટકોઇના ભાવ ડબલ થઇ ગયા છે. અમેરિકા અને ભારત ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની અનેક વખત વાત કરી ચૂક્યા છે છતા બિટકોઇનનમાં લગાતાર રોકાણ વધી રહ્યું છે અને ફરી એકવાર તેમાં તેજી જોવા મળી રહી છે. બિટકોઇનની સાથે અન્ય ક્રિપ્ટો કરન્સીના ભાવમાં પણ ખાસ્સો ઉછાળો જોવા મળ્યો છે. ઇથેરીયમમાં તો બિટરોઇન કરતા પણ વધારે રિટર્ન રોકાણકારોને મળ્યું છે.

ક્રિપ્ટો કરન્સી પર નજર રાખનારા પ્લેટફોર્મ કોઇનગેકોના કહેવા મુજબ 6 એપ્રિલે ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ પહેલીવાર 2 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું. 2021ની શરૂઆતમાં કેવલ 776 બિલિયન ડોલર હતું. એ રીતે જોઇએ તો માત્ર 100 દિવસમાં જ ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં 157 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

વર્ષ 2021ની શરૂઆતના ભાવ સાથે જો આપણે પ્રચલિત ક્રિપ્ટો કરન્સીના હાલના ભાવની સરખામણી કરીએ તો  મોટી તેજી હોવાનું સ્પષ્ટ ખબર પડે છે. બિટકોઇનમાં છેલ્લાં 3 મહિનામાં જ ભાવ બમણાં થઇને 58000 ડોલર પર પહોંચી ગયા છે. બીજી સૌથી પ્રચલિત ક્રિપ્ટો કરન્સી ઇથેરીયમે બિટકોઇન કરતા વધારે રિટર્ન આપ્યું છે. ઇથેરીયમમાં 154 ટકા ભાવ વધ્યા છે. ત્રીજી સૌથી પ્રચલિત ક્રિપ્ટો કરન્સી બાઇનેસ કોઇનમાં આ દરમ્યાન 900 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. ઉપરાંત અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ ખાસ્સી મજબૂતાઇ જોવા મળી છે.

બિટકોઇનમાં ફેબ્રુઆરી મહિનામાં  વિશ્વના સૌથી ધનિક એલન મસ્કની કંપની ટેસ્લાએ કરેલાં રોકાણને કારણે બિટકોઇનના ભાવ લગાતાર તેજીના નવા શિખરો પર પહોંચી રહ્યા હતા. 13 માર્ચે પહેલી વાર બિટકોઇનના ભાવ 60000 ડોલર પર પહોંચી ગયા હતા. છેલ્લાં 8 દિવસમાં બિટકોઇનનું માર્કેટ વેલ્યૂએશન લગાતાર 1 ટ્રિલિયન ડોલરથી વધારે રહ્યું છે. જાણકારોના કહેવા મુજબ જો બિટકોઇનના ભાવ ઘટીને 53000 ડોલર પર પહોંચી જાય તો પણ વેલ્યુએશન 1 ટ્રિલિયન ડોલરની ઉપર જ રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp