આ કંપનીમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે એમેઝોન

PC: businessinsider.in

લોકડાઉન બાદ ભારતની સૌથી મોટી કંપનીને એક પછી એક સારા સમાચાર મળી રહ્યા છે. મુકેશ અંબાણીના નેતૃત્વની રિલાયન્સ ગ્રુપના રિટેલ બિઝનેસમાં બહુરાષ્ટ્રીય ઈ-કોમર્સ કંપની એમેઝોન 20 અબજ ડૉલર એટલે કે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ તેના રિટેલ બિઝનેસમાં એમેઝોને 40 ટકા હિસ્સેદારી વેચવા માગે છે. રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડની સાથે એમેઝોનની આ ડીલ સફળ થઇ તો ન માત્ર તેનાથી ભારતમાં રિટેલનો એક મહારથી ઊભો થઇ જશે, બલ્કે તેનાથી દુનિયાના સૌથી ધની જૈફ બેજોસ અને એશિયાના સૌથી ધની મુકેશ અંબાણીની વચ્ચે ઝડપથી વધી રહેલા ભારતીય ગ્રાહક બજારમાં સહયોગનો રસ્તો મોકળો થશે. આ એમેઝોન માટે ભારતમાં સૌથી મોટી ડીલ હોઈ શકે છે.

રિલાયન્સના શેર ઓલ ટાઈમ હાઈ પર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ 2218 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. અમેરિકન કંપની સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનાં રોકાણની જાહેરાત કરી છે. તેની સાથે જ BSE પર રિલાયન્સ માર્કેટ કેપ વધીને 14.07 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

સ્લિવર લેક પાર્ટનર્સે રિટેલમાં કર્યું રોકાણ

ઉલ્લેખનીય છે કે આ પહેલા રિલાયન્સના જિયો પ્લેટફોર્મમાં રોકાણ કર્યા પછી સિલ્વર લેક પાર્ટનર્સે રિટેલમાં દાવ લગાવ્યો છે. દુનિયાની સૌથી મોટી ટેક ઈન્વેસ્ટર કંપની સિલ્વર લેક 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલે કંપનીએ રિલાયન્સ રિટેલમાં 1.75 ટકાની હિસ્સેદારી મળશે.

જેના માટે રિલાયન્સ રિટેલનું મૂલ્યાંકન 4.21 લાખ કરોડ રૂપિયા લગાવવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, સિલ્વર લેકે જ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં 1.35 બિલિયનન ડૉલર એટલે કે 10 હજાર કરોડમાં હિસ્સેદારી ખરીદી છે. જાણ હોય તો સિલ્વર લેક ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કરનારી પ્રાઈવેટ ઈક્વિટી ફંડ છે. જેની મિલકત અંડર મેનેજમેન્ટ 40 અબજ ડૉલરની છે. કંપનીએ ટ્વીટર, એયરબીએનબી, ડેલ ટેક્નોલોજીસ, એએનટી ફાયનાન્શિયલ, અલીબાબા અને વૈરિલ જેવી કંપનીઓમાં રોકાણ કર્યું છે.

ફેસબુક-KKR પણ રેસમાં

અમેરિકન ઈક્વિટી ફર્મ KKR અને સોશિયલ સાઇટ ફેસબુક પણ રિલાયન્સ રિટેલમાં રોકાણની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફ્યૂચર ગ્રુપના રિટેલ વેપારમાં અધિગ્રહણ થઇ ગયા પછી અમેરિકન કંપનીઓ રિલાયન્સ રિટેલમાં રોકાણ કરશે. રિલાયન્સ રિટેલની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ ફ્યૂચર ગ્રુપની રિટેલ એન્ડ હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિક્સ એન્ડ વેરહાઉસિંગ બિઝનેસનું અધિગ્રહણ કરવા જઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp