11મા વર્ષે પણ મુકેશ અંબાણીએ ન વધારી પોતાની સેલરી, જાણો વાર્ષિક કેટલો પગાર મળે છે

PC: economictimes.indiatimes.com

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાંથી સતત 11માં વર્ષે 15 કરોડ રૂપિયાની સેલરી મળી છે. અંબાણીએ સ્વેચ્છાએ છેલ્લા 11 વર્ષથી તેમની સેલરીમાં કોઈ વધારો કર્યો નથી. અંબાણી 2008-2009થી પોતાની સેલરી, અન્ય લાભ, ભથ્થા અને કમિશન 15 કરોડ રૂપિયા નક્કી કરી રાખી છે. આ પહેલા તેમની સેલરી વર્ષની 24 કરોડ રૂપિયા હતી. તેમાં, 31 માર્ચ, 2018ના પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેમના સંબંધી નિખિલ અને હિતલ સહિત કંપનીના પૂર્ણકાલિન ડિરેક્ટરોની સેલરીમાં સારો એવો વધારો થયો હતો.

રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેરમેન અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણીની સેલરી 15 કરોડ રૂપિયા નક્કી છે. આ નક્કી કરેલી સેલરીના મામલે સંયમ રાખવા માટેના વ્યક્તિ ઉદાહરણ આપવાની તેમની ઈચ્છાને દર્શાવે છે.

નાણાકીય વર્ષ 2016-17માં આ રકમ 4.16 કરોડ રૂપિયા હતી. પરંતુ તેમનું કમિશન 9.53 કરોડ રૂપિયા યથાવત રહ્યું છે. તેમાં અન્ય સુવિધાઓ માટે આપવામાં આવતી રકમ 60 લાખ રૂપિયાથી ઘટીને 27 લાખ રૂપિયા થઈ ગઈ છે. CEOની સેલરીને યોગ્ય સ્તર પર રાખવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મુકેશ અંબાણીએ સ્વેચ્છાએ ઓક્ટોબર, 2009માં પોતાની સેલરી મર્યાદિત કરી હતી. જ્યારે અન્ય કર્મચારીઓના વેતનમાં સારો એવો વધારો થયો છે, ત્યારે તેમની સેલરીમાં એટલી જ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp