6 મહિનામાં આ સ્ટોકે રોકાણકારોને આપ્યું 5550% રિટર્ન, તમારી પાસે છે?

PC: livemint.com

ગ્લોબલ ઈકોનોમીમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટથી ઝઝૂમ્યા છતાં સ્ટોક માર્કેટે એવા રોકાણકારોને જબરદસ્ત ફાયદો પહોંચાડ્યો છે, જેઓ શેર ખરીદો, ભૂલી જાઓની રણનીતિ પર કામ કરે છે. 2021માં ઘણાં સ્ટોક મલ્ટીબેગર લિસ્ટમાં સામેલ થયા છે. જેમાં અમુક પેની સ્ટોક પણ છે. Proseed India એવો પેની સ્ટોક છે. પાછલા 6 મહિનામાં આ બાયોટેક્નોલોજી કંપનીના શેરની કિંમતમાં 1.45 રૂપિયાથી 82 રૂપિયા પ્રતિ શેર સુધીની તેજી જોવા મળી છે. આ સમયમાં આ સ્ટોક 56.50 ટકા ઉછળ્યો છે.

Proseed Indiaના શેરની હિસ્ટ્રી પર નજર નાખીએ તો આ સ્ટોકે પાછલા 1 મહિનાથી નફાખોરીના દબાણમાંથી પસાર થઇ રહ્યો છે. પાછલા એક મહિના દરમિયાન આ શેર 103 રૂપિયાથી ઘટીને 82 રૂપિયા પર આવી ગયો છે. એટલે કે આ સમયમાં આ શેર લગભગ 21 ટકા તૂટ્યો છે. તો પાછલા 6 મહિનામાં આ શેર 1.90 રૂપિયાથી વધીને 82 રૂપિયા પર આવ્યો છે. આ સમયમાં આ શેરમાં 4200 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

રોકાણકારો માલામાલ

આ મલ્ટીબેગર પેની સ્ટોક 20 મે 2021ના રોજ NSE પર 1.45 રૂપિયા પર બંધ થયો હતો. તો 2 ડિસેમ્બર 2021ના રોજ તેણે 82 રૂપિયા પર પોતાનું ઈન્ટ્રાડે હાઇ ટચ કર્યું. એટલે કે લગભગ 6 મહિનાના આ સમયમાં આ શેર લગભગ 5550 ટકા ભાગ્યો.

જો આ શેરના ઈતિહાસ પર જઇએ તો કોઇએ એક મહિના પહેલા આ શેરમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તે 79000 રૂપિયા રહી ગયા હોત. બીજી તરફ જો કોઇએ આ સ્ટોકમાં 6 મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કયું હોત તો તેના આજે 43 લાખ રૂપિયા થઇ ગયા હોત. આ રીતે જો કોઇ રોકાણકારે મે 2021માં આ સ્ટોકમાં 1.45 રૂપિયાના સ્તરે 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને હજુ સુધી તેમાં બની રહ્યા હોત તો આ એક લાખના 56.50 લાખ રૂપિયા થઇ ગયા હોત.

શેર માર્કેટમાં પેની સ્ટોક કે ઓછી કિંમતના શેર ભલે કમાલ કરતા રહ્યા હોય, પણ પેની શેરમાં રોકાણ ખાસ્સું જોખમભર્યું હોય છે. માટે મોટાભાગના એક્સપર્ટ તેનાથી બચવાની સલાહ આપે છે. આવા શેરોમાં પ્રમોટર્સની હોલ્ડિંગ વધારે હોય છે. માટે તેમાં મેન્યુપલિશનની આશંકા વધારે રહે છે. 

નોંધ- અહીં આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ તજજ્ઞના પોતાના અંગત છે. માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp