2019માં પ્રથમ વખત વધ્યા ક્રૂડના ભાવ, પેટ્રોલ 21 પૈસા મોંઘુ

PC: news18.com

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડાનો દોર પૂર્ણ થયા બાદ હવે વૃધ્ધિ શરૂ થઇ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 21 પૈસા થયા હતા. જ્યારે કે બાકીના ચાર મહાનગરોમાં ડિઝલના ભાવમાં આઠ પૈસાની વૃધ્ધિ કરવામાં આવી હતી. વર્ષ 2019માં પહેલીવાર પેટ્રોલ ડિઝલની કિંમતોમાં વૃધ્ધિ જોવા મળી હતી.

ક્યાં કેટલી વધી કિંમત?

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કોલકત્તા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા, જ્યારે કે ચેન્નાઇમાં 22 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ચારે મહાનગરોમાં ડિઝલના ભાવમાં આઠ પૈસાની વૃધ્ધિ કરવામાં આવી છે. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમતો સોમવારે ક્રમશ: 68.50 રૂપિયા, 70.64 રૂપિયા, 74.16 રૂપિયા અને 71.07 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવી છે. ચારે મહાનગરોમાં ડિઝલના ભાવમાં ક્રમશ: 62.24 રૂપિયા, 64.01 રૂપિયા, 65.12 રૂપિયા અને 65.70 રૂપિયા પ્રતિ લીટરે નોંધવામાં આવેલ છે.

શું છે કારણ?

ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં આવેલ વૃધ્ધિને કારણે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વૃધ્ધિ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇંટરકોન્ટિનેન્ટલ એક્સચેંજ પર બ્રેંટ ક્રૂડના માર્ચ ડિલીવરીના સંબંધમાં સોમવારે ગત સત્રની સરખામણીએ 0.57 ટકાની વૃધ્ધિ સાથે 57.74 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp