
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન પર મંગળવારે નાદારી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નવો રિઝોલ્યુશન પ્રોફેશનલની નિયુક્ત કરવા અને ક્રેડીટર્સની કમિટી બનાવવાં માટે RCOM ને દેવું આપનારી બેંકો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પહોંચ્યા હતા. આ કોઇ પણ કંપની સામે નાદારી પ્રક્રિયા શરૂ કરવાનું પહેલું પગલું હોય છે.
RCOM દ્વારા ગત વર્ષે નાદારી પ્રક્રિયા પર સ્ટે લેવામાં આવ્યો હતો, પરંતુ સંપત્તિના વેચાણમાં નિષ્ફળ રહ્યાં બાદ ફેબ્રુઆરીમાં પોતે જ નાદારી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. કંપનીએ બોર્ડને કહ્યું હતું કે આ પગલું બધા સંબંધિત પક્ષોના હિતમાં રહેશે. આનાથી 270 દિવસની અવધિ દરમિયાન RCOMની સંપત્તિ વેચીને દેવાની વસુલાતને વધુ પારદર્શક બનાવવામાં મદદ મળશે.
વેપારમાં નુકસાન અને દેવું વધતાં RCOM દ્વારા બે વર્ષ પહેલા જ પોતાના બધા ઓપરેશન બંઘ કરાવી દેવામાં આવ્યાં હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા રિલાન્યસ જિઓને સ્પેક્ટ્રમ વેચીને નાદારીથી બચવાની કોશીશ કરી હતી પરંતુ કાયદાકિય પ્રક્રિયા અને સરકાર તરફથી મંજૂરી જલદી ન મળતાં તે ડીલ થઇ શકી ન હતી.
આ વર્ષે માર્ચમાં RCOM ના ચેરમેન અનિલ અંબાણીએ મોટા ભાઇ મુકેશ અંબાણીની મદદ લઇને એરિક્સનને 480 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી અને સુપ્રીમની માનહાનિ કેસમાંથી પોતાને બચાવ્યો હતો, જો આવું ન થઇ શક્યું હોત તો અનિલ અંબાણીએ જેલની હવા ખાવી પડી હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp