ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ: સ્વિસ બેન્કમાં રૂપિયાના દાવેદારો ક્યાં?

PC: echeck.org

સ્વિસ બેન્કમાં ભારતીયોની બ્લેકમની પાછી આવશે તો દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે એટલા રૂપિયા વિદેશની બેન્કોમાં પડ્યા છે તેવું ભાજપની સરકારે કહ્યું હતું પરંતુ ચાર વર્ષ પછી પણ સ્વિસ બેન્કમાંથી બ્લેકમની પાછી લાવી શકાઈ નથી. આજે છેલ્લા ત્રણ વર્ષથી ભારતીયોના રૂપિયાના કોઈ દાવેદાર નથી. આ રૂપિયા લાવારિસ પડ્યા રહ્યાં છે.

સ્વિસ બેન્કે કહ્યું હતું કે જેમના ખાતા નિષ્ક્રિય છે તેમના રૂપિયા લઈ જવા પરંતુ કોઈપણ ભારતીય બ્લેકમની સામેના પગલાંને કારણે આ રૂપિયા લેવા જતો નથી. આ બેન્કે 2015મા નિષ્ક્રિય ખાતાની સૂચના જાહેર કરી હતી જેમાં સ્વિસના નાગરિકો સાથે ભારતીયોના પણ ખાતા હતા.

નિયમ હેઠળ આ ખાતાઓની સૂચના એ કારણે જાહેર કરવામાં આવે છે કારણકે ખાતાધારકોને તેના નોમિનીને દાવો કરવાની તક મળી રહે. સાચો દાવેદાર મળતાં જ લિસ્ટમાંથી તેમની જાણકારી હટાવી દેવામાં આવે છે.

વર્ષ 2017મા લિસ્ટમાંથી 40 ખાતા અને બે સેફ ડિપોઝિટ બોક્સની જાણકારી હટાવવામાં આવી છે. અત્યાર સુધીમાં સૂચિમાં 3,500થી વધારે એવા ખાતાં છે જેના દાવેદાર નથી મળી રહ્યાં. સ્વિસ નેશનલ બેંક દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, સ્વિસ બેંકમાં ભારતીય લોકોનું જમા થયેલું ધન 2017મા પચાસ ટકા વધીને 1.01 અબજ સીએચએફ (સ્વિસ ફ્રેંક) એટલે કે 7,000 કરોડ રુપિયા સુધી પહોંચ્યું હતું.

વારંવાર એવા આરોપ લાગે છે કે વિદેશમાં ધન છુપાવવા માટે ભારતીય મલ્ટિપલ લેયરનો ઉપયોગ કરે છે. જેથી કાળા ધનને સ્વિસ બેંક સુધી પહોંચાડવામાં આવે છે. સ્વિત્ઝર્લેન્ડે ભારત સહિત અન્ય દેશોને જાણકારી આપવા માટે ફ્રેમવર્ક પણ તૈયાર કર્યું છે. આવતા વર્ષે ભારતને ઓટોમેટિક ડેટા મળવાના તૈયાર થઈ જશે.

સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાં અંગેની ચર્ચા લોકસભાની 2014ની ચૂંટણી પહેલાંની થાય છે પરંતુ સ્વિસ બેન્કમાં ભારતીયોના કેટલા નાણાં છે અને તે કોના છે તેની તપાસ થઈ શકતી નથી. SNBના આંકડા પ્રમાણે સ્વિસ બેન્કમાં જમા વિદેશી ધનમાં માત્ર 0.07 ટકા જ ભારતીયોનું છે. જો આટલું ધન હોય તો દરેક ભારતીયોના ખાતામાં 15 લાખ ક્યાંથી આવે તે સવાલ છે. બાબા રામદેવ લોકસભાની ચૂંટણી પહેલાં કાળું ધન લાવવા માટે આંદોલન ચલાવતા હતા પરંતુ આજે NDAની સરકાર બની ત્યારે તેઓ મૌન થઈ ચૂક્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp