બેન્ક સર્વિસ ચાર્જ વસુલાતની અફવા છે? બેન્ક એસોસિએશનનો ખુલાસો વાંચીને ચોંકી જશો

PC: .hunt.in

નાણા વિભાગના ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસિઝના સચિવ રાજીવ કુમારે ટવિટ કરી સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ન્યૂઝ અંગે સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ન્યૂઝમાં કહેવાયું છે કે બેન્કોની તરફથી 20મી જાન્યુઆરીથી મફત અપાતી સેવાઓ બંધ કરવામાં આવશે અને બેન્કો ટ્રાન્ઝીકશન ચાર્જની વસુલાત કરશે. રાજીવ કુમારે કહ્યું કે 20મી જાન્યુઆરીથી મફત સેવાને બંધ કરવાનું કોઈ એલાન આપવામાં આવ્યું નથી. પ્લીઝ આવી ખબરોને સંપૂર્ણપણે નજર અંદાજ કરવામા આવે.

રાજીવ કુમારે કહ્યું કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આવા સમાચારો નિરાધાર છે. ઈન્ડીયન બેન્ક એસોસિએશનને પણ ખુલાસો કરવાનું કહેવામાં આવ્યું છે. એસોસિએશનને સૂચના મળતા જ રાજીવ કુમાર દ્વારા આવી સ્પષ્ટતા આવી હતી. . ઈન્ડીયન બેન્ક એસોસિએશને સત્તાવાર પ્રેસ રિલીઝ અને ટવિટ કરીને જાણકારી આપી છે.

ઈન્ડીયન બેન્ક એસોસિએશન અખબારી યાદીમાં જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી આપવામાં આવી રહી છે. પબ્લિક સેકટરની બેન્કો તરફથી આપવામાં આવતી નિશુલ્ક સેવાઓને બંધ કરવામાં આવશે એવી વાતો પાયા વગરની રહેલી છે. આવા પ્રકારના ન્યૂઝને લઈ લોકો સચેત રહેવાની જરૂર છે. આવી ખબરથી ભ્રમિત થવાની જરૂર પણ નથી. આરબીઆઈ તરફથી આ અંગે કોઈ નિર્દેશ આપવામાં આવ્યા નથી.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp