SBIનો મોટોનો નિર્ણય, હવે અન્યનાં ખાતામાં કેશ રકમ જમા નહીં કરાવી શકાશે

PC: squarecapital.co.in

લોકોનાં બેંક ખાતાને સુરક્ષિત રાખવા માટે SBIએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. નોટબંધી દરમિયાન મોટાપાયે ફ્રોડ કરવાનાં મામલા સામે આવ્યાં હતાં, જેને ધ્યાને લઈ SBIએ એક મોટો નિર્ણય લીધો છે. SBIએ લીધેલાં નવા નિર્ણય અનુસાર, કોઈપણ ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પૈસા જમા નહીં કરાવી શકશે. અટલે કે, મિસ્ટર ‘A’નાં SBI બેંક અકાઉન્ટમાં માત્ર તે જ વ્યક્તિ કેશ કાઉન્ટર પર જઈને પૈસા જમા કરાવી શકશે. એટલે કે કોઈ પિતા પણ પોતાનાં દીકરાનાં SBI અકાઉન્ટમાં પૈસા જમા નહીં કરાવી શકશે.

SBIને આ નિયમને લાગુ કરવા પાછળનું કારણ પૂછવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે, નોટબંધી દરમિયાન ઘણા બેંક અકાઉન્ટમાં મોટી સંખ્યામાં હજાર અને પાંચસોની નોટ જમા કરાવવામાં આવી હતી. હવે, તપાસ બાદ જ્યારે લોકોને પૂછવામાં આવી રહ્યું છે કે, તેમનાં ખાતામાં આટલી બધી નોટો ક્યાંથી આવી, તો તેમનું આ અંગે કહેવું છે કે કોઈ અજાણી વ્યક્તિએ તેમનાં બેંક અકાઉનટમાં પૈસા જમા કરાવી દીધા હતાં. તેમને આ બધા સાથે કોઈ લેવા-દેવા નથી. ત્યારબાદ, આયકર વિભાગે સરકારી બેંકોને અનુરોધ કર્યો હતો કે, એવો નિયમ બનાવો કે કોઈ અન્ય વ્યક્તિ કોઈ બીજાનાં ખાતામાં કેશ રૂપિયા જમા નહીં કરાવી શકશે, જેથી કોઈ વ્યક્તિ પોતાનાં ખાતામાં જમા કરાવવામાં આવેલા પૈસા અંગે પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. બેંકનું આ અંગે કહેવું છે કે, આ નિયમ લાગુ થયા બાદ આતંકવાદી ફંડિંગ પર પણ લગામ લાગશે.

બેંકે આ નિયમ લાગૂ કરવાની સાથે કેટલીક પરિસ્થિતિઓનું પણ ધ્યાન રાખ્યું છે, જેમકે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિનાં બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે જાય તો તેણે તે વ્યક્તિ પાસેથી એક સહમતિ લેટર લેવો પડશે, જેમાં તે બંનેની સાઈન કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત, બેંક સ્લીપ પર પણ અકાઉન્ટ હોલ્ડરની સાઈન હોવી ફરજિયાત છે. પરંતુ, જો કોઈ વ્યક્તિ ઓનલાઈન કોઈકનાં બેંક ખાતામાં પૈસા જમા કરાવવા માંગતી હોય તો તે માટે કોઈ નિયમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp