સિંગાપોર પ્રવાસમાં ગીતા ગોપીનાથે વિશ્વનું સૌથી દુર્ગંધ વાળું ફળ ટેસ્ટ કર્યું

PC: moneycontrol.com

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પહેલા ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથ હાલના દિવસોમાં સિંગાપોરના પ્રવાસે છે. સિંગાપોરની આ તેમની પહેલી યાત્રા છે. અહીં તેમણે અધિકારીઓ અને સિંગાપોરમાં IMF ટીમ સાથે મુલાકાત કરી. ત્યાર બાદ તેમણે સિંગાપોર ફરવા માટે સમય કાઢ્યો. તેમણે અમુક પર્યટક સ્થળો અને ત્યાં મળતા ડ્યુરિયન ફળનો પણ સ્વાદ માણ્યો. તેના માટે તેઓ સિંગાપોરના લોકપ્રિય હોક સેન્ટરમાં પણ ગયા. ડ્યુરિયન વિશ્વનું સૌથી વધારે દુર્ગધ વાળું ફળ છે. આ ફળમાંથી સુગંધ નહીં પણ દુર્ગંધ જ આવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, આ ફળ આખા સાઉથ એશિયામાં ફળોના રાજાના નામથી ઓળખાય છે.

50 વર્ષના ગીતા ગોપીનાથે આ ફળનો સ્વાદ પણ ચાખ્યો અને તેના વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર પોસ્ટ પણ શેર કરી. ગીતા ગોપીનાથે ટ્વીટ કરીને કહ્યું કે, આ સિંગોપોરમાં મારી પહેલી યાત્રા છે. ત્યાં તેમણે સ્થાનિક ફળ ડ્યૂરિયનનો સ્વાદ ચાખ્યો. જે પોતાનામાં જ એક ખાસ ફળ છે. તેમણે આગળ કહ્યું કે, સિંગાપોરનું હોકર સેન્ટર પોતાનામાં જ વિશિષ્ટ છે. આ ફળની બહારનું પડ ફણસ જેવું હોય છે. તેનો સ્વાદ પણ ફણસ અને એવાકાડો જેવું જ હોય છે. ડ્યુરિયનને મોટી સાઇઝ અને દુર્ગંધના કારણે જ ઓળખવામાં આવે છે. આ ફળ દક્ષિણપૂર્વ એશિયામાં વધારે જોવા મળે છે.

ડ્યુરિયન ફળમાંથી એટલી ખરાબ વાસ આવે છે કે, સંસ્થાનોએ પોતાને ત્યાં તેની એન્ટ્રિ પર રોક લગાવી દીધી છે. તેને ખાવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ત્યાં સુધી કે, તમામ સ્વીમિંગ પુલની આસપાસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. જેમાં લખેલું હોય છે કે, ડ્યુરિયન ફળ ખાધા બાદ સ્વિમિંગ પુલનો ઉપયોગ ન કરવો.

ગીતા ગોપીનાથને સિંગાપોરમાં કેટલીક મીટિંગોમાં ભાગ લીધો. ત્યાં તેમની મુલાકાત સિંગાપોરના ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડાયરેક્ટર રવિ મેનન અને IMFના બીજા ટીમ મેમ્બરો સાથે પણ થઇ. ગીતા ગોપીનાથને IMFમાં વર્ષ 2019થી વર્ષ 2022 દરમિયાન ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કામ કર્યું છે. જાન્યુઆરી, 2022થી મેનેજિંગ ટાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ગોપીનાથનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમણે દિલ્હીની શ્રીરામ કોલેજમાંથી BA અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી MA કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp