આ 1 ટકા લોકો પાસે 70 ટકા ભારતીયો કરતા 4 ગણા વધારે પૈસાઃ રિપોર્ટ

PC: economictimes.com

એક રિપોર્ટ અનુસાર, ભારતમાં આ એક ટકા લોકો પાસે 70 ટકા ભારતીયોની કુલ સંપત્તિથી 4 ગણા વધારે પૈસા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય અબજોપતિની પાસે કુલ સંપત્તિ દેશના બજેટ કરતા પણ વધારે છે. દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક્સ ફોરમમાં ઓક્સફેમે તેની એક રિપોર્ટમાં કહ્યું છે કે, વિશ્વના 2153 અબજોપતિઓની પાસે  વિશ્વના 60 ટકા લોકોની સરખામણીમાં વધારે સંપત્તિ છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 1 ટકા અમીરો પાસે 70 ટકા ભારતીયોની કુલ સંપત્તિથી 4 ગણા વધારે પૈસા છે. આખા વિશ્વમાં આર્થિક અસમાનતા ઘણી ઝડપથી વધી રહી છે. અમીરો ઘણાં ઝડપથી અમીર થઈ રહ્યા છે. પાછલા એક દશકામાં અબજોપતિઓની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે. જોકે, વર્ષ 2019માં તેમની સંપત્તિમાં ઘટાડો પણ જોવા મળ્યો છે.

ઓક્સફેમ ઈન્ડિયાના CEO અમિતાભ બેહરે કહ્યું કે, અમીર અને ગરીબો વચ્ચેનું અંતર ત્યાં સુધી ઓછું નહીં થાય, જ્યાં સુધી સરકાર દ્વારા આ બાબતે કોઈ કડક પગલા ન લેવામાં આવે. તેમણે કહ્યું કે, અસમાનતા દૂર કરવા માટે સરકારે ગરીબો માટે વિશેષ નીતિઓ અમલમાં લાવવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp