બેન્કમાં તમારા 100 રૂપિયામાંથી 29.5 રૂપિયા જ સલામત

PC: assetsearchblog.com

ભારતની તમામં બેન્કોમાં જમા કરવામાં આવેલા આપણા રૂપિયામાંથી કેટલા રૂપિયા સલામત છે તેનો ચોંકાવનારો સર્વે થયો છે. આપણને આ જાણીને તમ્મર આવી જાય તેમ છે, કારણ કે આપણા રૂપિયાનો ક્યાં કેટલો અને કેવો વહીવટ થાય છે તેની જાણ આપણને ખુદ થતી નથી.

હાલ ભારતની બેન્કોમાં લોકોના 103 લાખ કરોડ રૂપિયા જમા છે જે પૈકી 29.5 ટકા રકમ જ સલામત છે. આ બાબતનો ખુલાસો ખુદ ભારતીય રીઝર્વ બેન્કે કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર 2017 સુધીમાં બેન્કોમાં લોકોના 103 કરોડ રૂપિયા જમા છે.

આ રૂપિયામાંથઈ 30.50 લાખ કરોડ રૂપિયા જ સલામત છે. એટલે કે જો દેશની બેન્કો ડૂબી જાય તો એ હાલતમાં તમને 103 કરોડ રૂપિયાની ડિપોઝીટમાંથી માત્ર 30.50 લાખ કરોડ રૂપિયા જ મળી શકશે. બાકીની રકમ તમને મળશે નહીં.

આની પાછળનું કારણ એવું છે કે અત્યારે બેન્કોમાં લોકોની જમા રકમ પર સરકારે એક લાખ રૂપિયા સુધીની ઇન્સ્યોરન્સ ગેરંટી આપી છે.

ફાયનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ કાનૂન પ્રમાણે જો કોઇ ભારતીય બેન્ક ડૂબી જાય છે તો તેના ગ્રાહકોને બેન્કમાં રાખેલા તમામ રૂપિયા મળશે નહીં. જેના બદલે ગ્રાહકને એક લાખ રૂપિયા મળશે. તમારા વધુ રૂપિયા જમા હશે તો તેનું તમારે નાહી નાંખવું પડશે.

જો બેન્કમાં તમારા એક લાખ રૂપિયા જમાં છે તો તમને એક લાખ રૂપિયાની રકમ મળી જાય છે. જો તેનાથી વધારે હશે તો તે રૂપિયા પાછા મળશે નહીં. ભારત સરકાર ફાયનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ બિલનો પ્રસ્તાવ લાવી છે. જો કે આ લિમિટમાં બદલાવ કરવાનો પણ કેન્દ્રએ સંકેત આપ્યો છે.

આરબીઆઇના રિપોર્ટ પ્રમાણે દેશમાં પબ્લિક સેક્ટરની બેન્ક, પ્રાઇવેટ બેન્ક, ફોરેન બેન્ક, રિઝનલ રૂરલ બેન્ક, કોઓપરેટીવ બેન્ક અને લોકલ એરિયા કેટેગરીની કુલ 2125 બેન્કો આવેલી છે જેમાં 103 કરોડ રૂપિયા જમા પડ્યા છે. ડૂબવાની સ્થિતિમાં ગ્રાહકોને માત્ર 29.5 ટકા રકમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp