50%થી પણ ઓછું થયું ટેક્સ ક્લેક્શન, કામ ન આવ્યા સરકારના આ પ્રયત્નો

PC: livemint.com

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તરફથી ડાયરેક્ટ ટેક્સ સતત વધે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. પણ તેની કોઈ ખાસ અસર પરિણામમાં જોવા મળી નથી. 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધીમાં ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન 50 ટકા થી પણ ઓછું થયું છે. PTIના રીપોર્ટ અનુસાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનથી અત્યાર સુઘીમાં રુ.6 કરોડનું ફંડ ઊભું થયું છે. આ વખતે સરકારે ડાયરેક્ટ ટેક્સને લઈને આશરે રુ.13.5 લાખ કરોડનો હિમાલય જેટલી ઊંચાઈ ધરાવતો લક્ષ્યાંક રાખ્યો હતો. હવે સરકારને આ ટાર્ગેટને પાર પાડવા માટે આવનારા ચાર મહિનામાં આશરે રુ. 7.5 લાખ કરોડનું ફંડ ટેક્સ પેટે ભેગું કરવું પડશે.

સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડના ચેરમેન પી.સી.મોદીએ જણાવ્યું હતું કે, વર્ષની શરુઆતમાં અમે 13.5 લાખ કરોડ રુપિયાનું ટેક્સ ક્લેક્શનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 6 લાખ કરોડ રુપિયા એકઠા થયા છે. ટેક્સ ક્લેક્શનને લઈને અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મને પૂરી ખાતરી છે કે, આ ટાર્ગેટ પાર કરી શકાશે. આ સાથે ટેક્સ બોર્ડના પ્રમુખે જણાવ્યું હતું કે, ટેક્સ પેયર્સ પાસેથી ટેક્સ પેટે કાપવામાં આવેલા પૈસાઓનું રીફંડ સરળતાથી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા નાણાકીય વર્ષની તુલનામાં 20 ટકા ડાયરેક્ટ ટેક્સ ક્લેક્શન વધી ગયું છે. ટેક્સ પેયર્સ સર્વિસ પર ધ્યાન રાખવા માટે બોર્ડમાંથી એક સભ્યની પણ નિમણૂંક કરવામાં આવી છે. આ માટે એક ઈ-સમિક્ષા યોજના પણ શરુ કરવામાં આવી છે.

ટેક્સ ક્લેક્શનનો આંકડો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આર્થિક મુદ્દાઓને લઈને સરકારને સતત ફટકા પડી રહ્યા છે. દુનિયાની અર્થવ્યવસ્થા પર નજર રાખતી સંસ્થા મૂડીઝે જીડીપી ગ્રોથ અનુમાનને ઘટાડી દીધો છે. દેશની અર્થવ્યવસ્થાના આઉટલુકને પણ સ્ટેબિલિટીથી પણ નીચે નેગેટિવ રેંકિગ આપ્યું છે. આ રીતે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકના અંક પણ 8 વર્ષના ઈતિહાસમાં સૌથી નીચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp