20 લાખ કરતા વધુ કેશ ઉપાડવા કે જમા કરાવવા પર 26 મેથી લાગૂ થશે આ નવો નિયમ

PC: businesstoday.in

ટેક્સ ચોરી પર લગામ લગાવવા માટે સરકારે હવે પોતાનો પહેરો વધારી દીધો છે. દેશભરમાં કેશ લેવડ-દેવડથી થનારી ટેક્સ ચોરીને અટકાવવા માટે એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ તેને માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. CBDTના નોટિફિકેશન અનુસાર, હવે જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં બેંક ખાતામાંથી 20 લાખ રૂપિયા કરતા વધુ રકમ જમા કરાવે અથવા ઉપાડે, તો તેણે પાનકાર્ડની જાણકારી આપવી અનિવાર્ય હશે. બેંક અકાઉન્ટમાંથી ભારે રકમની લેવડદેવડ કરનારાઓ માટે CBDTએ આયકર કાયદા નિયમોમાં સંશોધન કરી, પાનકાર્ડની જાણકારી આપવી અનિવાર્ય બનાવી દેવામાં આવી છે. આ નિયમને લાવવાનો ઈરાદો કેશ લેવડ-દેવડને હતોત્સાહિત કરવા અને તેના માધ્યમથી થતી ટેક્સ ચોરીને અટકાવવાનો છે.

CBDTએ પોતાના ગેજેટ નોટિફિકેશનમાં કહ્યું છે કે, નવો નિયમ 26 મે બાદથી લાગૂ થઈ જશે. આ નિયમ બેંક, સહકારી બેંક અને પોસ્ટ ઓફિસમાં ચાલનારા ખાતાઓ પર સમાનરીતે લાગૂ થશે. તેમજ ચાલુ ખાતું ખોલાવતી વખતે આ નિયમ માન્ય રહેશે. એટલું જ નહીં, જે લોકોના ખાતા પહેલાથી જ પાનકાર્ડ સાથે લિંક છે, તેમણે પણ આ નિયમોનું પાલન કરવું પડશે. આ સરકારની કેશનો ઓછો ઉપયોગ અને ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવાની નીતિને અનુરૂપ છે.

નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, લેવડ-દેવડ એટલે કે એક નાણાકીય વર્ષમાં એક ખાતું અથવા અન્ય ખાતાઓ દ્વારા કરવામાં આવતા 20 લાખ રૂપિયા અથવા તેના કરતા વધુ રકમ જમા કરાવવી અથવા કાઢવાથી છે. સરકારે 2020ના બજેટમાં 20 લાખ રૂપિયા કેશ ઉપાડવા પર TDSનું પ્રાવધાન બનાવ્યું હતું. આ નિયમ ત્યારે કેટલાક વિશેષ પ્રકારના લેવડ-દેવડ માટે બનાવવામાં આવ્યો હતો. હવે જે નવો નિયમ બનાવવામાં આવ્યો છે, તેમા ગ્રાહકે બેંક, સહકારી બેંક અને પોસ્ટ ઓફિસોને લેવડ-દેવડની શરૂઆતમાં જ પાન કાર્ડ અને આધારકાર્ડની ડિટેલ આપવી પડશે. નવો નિયમ વધુ એક ફિલ્ટર તરીકે કામ કરશે જે બેંક ખાતાઓમાંથી 20 લાખ રૂપિયા કરતા વધુ કેશની લેવડ-દેવડ કરનારાઓના પાનકાર્ડ ઉપયોગ કરવાને સુનિશ્ચિત કરશે. સુત્રોએ જાણકારી આપી છે કે, સરકાર ટૂંક સમયમાંજ પાનકાર્ડ અને આધારકાર્ડના પ્રમાણન સાથે જોડાયેલા માનકો તરીકે (SOPs) પણ લઈને આવશે.

જોકે, આ નિયમને લઈને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ સરકારના સ્પષ્ટીકરણની રાહ જોઈ રહી છે, કારણ કે નાણાકીય વર્ષની શરૂઆત એપ્રિલ મહિનાથી થઈ ચુકી છે, એવામાં 26 મે પહેલા થયેલી લેવડ-દેવડનું આંકલન કઈ રીતે કરવામાં આવશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp