આ કારણે ફેબ્રુઆરી મહિનામાં 82 પૈસા સસ્તું થયું પેટ્રોલ

PC: indiatimes.in

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ ઘટતા થોડી રાહત અનુભવાઈ રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે પેટ્રોલના ભાવમાં 23 પૈસા, જ્યારે ડીઝલના ભાવમાં 25 પૈસાનો ઘટાડો નોંઘાયો હતો. દિલ્હી સિવાય કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 23 પૈસા અને ચેન્નાઈમાં 24 પૈસા લીટરે ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં કોલકાતામાં 25 પૈસા, જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 27 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો દિલ્હીની વાત કરવામાં આવે તો, દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 82 પૈસાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલમાં 85 પૈસાનો ઘટાડો થયો છે. પણ પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધુ જોવા મળ્યો હતો. નવી દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ 72.45 રૂપિયા, કોલકાતામાં 75.13 રૂપિયા, મુંબઈમાં 78.11 રૂપિયા અને ચેન્નાઈમાં 75.27 રૂપિયા સામે આવ્યો છે. જ્યારે ડીઝલનો નવો ભાવ દિલ્હીમાં રૂપિયા 65.43, કોલકાતામાં 67.79 રૂપિયા, મુંબઈમાં 68.57 રૂપિયા અને ચેન્નાઈમાં 69.10 રૂપિયા ભાવ સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં બેરલ દીઠ રૂ. 55 ડૉલરનો ઘટાડો થયો હતો.

કાચા તેલની કિંમતમાં તા. 20 જાન્યુઆરી બાદ મોટો ઘટાડો નોંધાયો છે. ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. ક્રુડ ઓઈલના ભાવ ગગડતા 11 ડૉલર પ્રતિ બેરલથી ઘટાડો થતા પેટ્રોલ અને ડીઝલને સીધી અસર થઈ છે. કોરોના વાઈરસને કારણે ચીનની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ રહી છે. જેના કારણે ચીનની અન્ય કોમોડિટીને પણ અસર થઈ છે. સોમવારે સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોમવારે પેટ્રોલની કિંમતમાં 13-16 પૈસા પ્રતિ બેરલ અને ડીઝલના ભાવમાં 16-20 પૈસા પ્રતિ બેરલનો ઘટાડો નોંધાયો છે. સોમવારે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ 13 પૈસા, કોલકાતામાં 18 પૈસા અને ચેન્નાઈમાં 14 પૈસા સસ્તું થયું હતું. જ્યારે ડીઝલ દિલ્હી અને કોલકાતામાં 20 પૈસા, મુંબઈ અને ચેન્નાઈમાં 21 પૈસાથી સસ્તું થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp