PNBની સ્થિતી 'દાઝ્યા પર ડામ આપવા જેવી', પડ્યો વધુ એક ફટકો

PC: theprint.in

ખાતા ધારકની ના હોવા છતા બીજા ખાતામાં રૂપિયા ટ્રાંસફર કરવા પર દિલ્હી રાજ્ય ગ્રાહક આયોગે પંજાબ નેશનલ બેંકને લાપરવાહી આદરવાના આરોપમાં બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દિલ્હીના સૈની એન્કલેવમાં રહેતા સુધા જૈને પ્રિત વિહાર સ્થિત પંજાબ નેશનલ બેંકના મેઇન મેનેજર વિરૂધ્ધ રાજ્ય ગ્રાહક આયોગમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેના પુત્રને વધુ ભણવા માટે અમેરીકા જવું હતું. તે માટે તેમણે બેંકમાં સેવિંગ્સ બતાવવા માટે લગભગ 13 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જેમાં મોટી રકમ લોનની હતી.

તેમણે બેંક પાસેથી આ રકમ પોતાના પતિના ખાતામાં જમા કરવા માટે જણાવ્યું પરંતુ સી.એની સલાહ પર પાછળથી રૂપિયા ટ્રાન્સફર ન કરવા લેખિત આગ્રહ કરવામાં આવ્યો. સાથે જ પૂર્ણ રકમના બે પે-ઓર્ડર બનાવવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો. પરંતુ બે દિવસ સુધી પે-ઓર્ડર તૈયાર નથી કરવામાં આવ્યો. બેંકમાં કારણ પૂછવા પર ખાતામાં પૈસા ન હોવાની વાત કરવામાં આવી જૈનની અરજી મુજબ તકલીફો છતા તેમના ખાતામાંથી 13 લાખ રૂપિયા તેમના પતિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.

ત્યાંજ પીએનબી તરફથી દલીલ આપવામાં આવી કે અરજીકર્તાના પતિ આરકેજૈન પીએનબીમાં મેનેજર છે અને તેમના વિરૂધ્ધમાં તપાસ ચાલી રહી છે. તેવામાં આ કેસ બિનજરૂરી રીતે દાખલ કરવામાં આવેલ છે. આયોગે જણાવ્યુ કે કોઇના વિરૂધ્ધમાં તપાસ ચાલવી એ એક અલગ વિષય છે. પરંતુ ગ્રાહકના પૈસા આ રીતે ટ્રાન્સફર કરીને બેંકે સેવામાં અઠંગતા વર્તી છે. તેવામાં ગ્રાહકને પડેલ તકલીફો બદલે પીએનબીને રૂ. બે લાખનો દંડ ભરવો પડશે 30 દિવસમાં આ આદેશનું અનુપાલન ન કરવા પર દંડની રકમ 18 ટકા વ્યાજ સાથે આપવાની રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp