ચૂંટણી પ્રચારમાં BJP સૌથી આગળ, 5 વર્ષમાં ખર્ચ કર્યા 3600 કરોડ અને કોંગ્રેસે....

PC: hindustantimes.com

પાછલા પાંચ વર્ષોમાં દેશની 18 રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પર 6500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં 3400 કરોડ રૂપિયા કે 52.3% ખર્ચ માત્ર પ્રચાર પર કરવામાં આવ્યો છે. 2015 થી 2020 સુધી ચૂંટણી પ્રચાર પર ખર્ચ કરનારી આ પાર્ટીઓમાં સાત રાષ્ટ્રીય પાર્ટીઓ અને 11 ક્ષેત્રીય પાર્ટીઓ સામેલ છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા રાજકીય પાર્ટીઓના વાર્ષિક ઓડિટ રિપોર્ટના FactCheckerના એનાલિસિસમાં આ વાત સામે આવી છે.

7 રાષ્ટ્રીય પાર્ટીઓ- BJP, કોંગ્રેસ, BSP, NCP, CPI, CPIM અને TMC.

તો ક્ષેત્રીય પાર્ટીઓમાં આમ આદમી પાર્ટી, AIMIM, JDU, JDS, અકાળી દળ, AIADMK, DMK, શિવસેના, લોક જનશક્તિ પાર્ટી, YSR કોંગ્રેસ, તેલંગણા રાષ્ટ્ર સમિતિ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ.

ચૂંટણીઓમાં ભાજપા સૌથી આગળ

રિપોર્ટ અનુસાર, પાછલા પાંચ વર્ષોમાં ચૂંટણીમાં સૌથી વધારે ખર્ચ ભાજપાએ કર્યો છે. કુલ ખર્ચના 56 ટકા એટલે કે 3600 કરોડથી વધારે એકમાત્ર ભાજપાએ ખર્ચ કર્યો છે. ત્યાર પછી કોંગ્રેસ આવે છે. જેણે 21.41 ટકા એટલે કે 1400 કરોડથી વધારે રૂપિયા ખર્ચ કર્યા છે. આનાથી ખબર પડે છે કે 18 પાર્ટીઓના કુલ ખર્ચના નજીક લગભગ 77 ટકા માત્ર બે પાર્ટીઓએ ખર્ચ કર્યો છે.

ભાજપા અને કોંગ્રેસ પછી મોટા અંતર પર સમાજવાદી પાર્ટી (3.95%), DMK (3.06%), YSR કોંગ્રેસ (2.17%), BSP (2.04%) અને TMC (1.83%) છે.

પ્રચાર પર ખર્ચ કરવામાં BJP સૌથી આગળ

પાછલા પાંચ વર્ષોમાં ભાજપાએ પોતાના કુલ ખર્ચમાંથી જાહેરાત અને પબ્લિસિટી પર 54.87 ટકા એટલે કે 2000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો છે. ભાજપાએ ટ્રાવેલ પર 15.29 ટકા, ઉમેદવારોને આર્થિક મદદ પર 11.25 ટકા અને મોરચા, રેલી-આંદોલનો પર 7.2 ટકા ખર્ચ કર્યો છે. કોંગ્રેસે પાંચ વર્ષોમાં 40.08 ટકા એટલે કે 560 કરોડ રૂપિયા પ્રચાર પર અને 17.47 ટકા ચૂંટણી દરમિયાન યાત્રા પર ખર્ચ કર્યો છે.

જણાવીએ કે હાલમાં જ 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં તેના પ્રચાર માટે રાજકીય પાર્ટીઓએ પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં બહુમતની સાથે સત્તામાં આવનારી TMCએ રાજ્યમાં આ વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર પર 154.28 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. થોડા મહિના પહેલા આસામ, કેરળ, પોંડિચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થઇ હતી. ચૂંટણી પંચે આ રાજકીય પાર્ટીઓના ખર્ચાઓનું વિવરણ તેમની વેબસાઇટ પર સાર્વજનિક કર્યું છે. જોકે હેરાનીની વાત તો એ છે કે ભાજપા તરફથી આ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પર કરવામાં આવેલા ખર્ચાઓના આંકડા હજુ સુધી પૂરા પાડવામાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp