26th January selfie contest

પોસ્ટ બચત ખાતામાં ઓછામાં ઓછા આટલા રૂપિયા જમા રાખવા પડશે નહિતર દંડ ભરવો પડશે

PC: zeebiz.com

ભારતીય ટપાલ વિભાગના ગાંધીનગર ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસની યાદીમાં જણાવ્યાનુસાર પોસ્ટ બચત ખાતા ધારકે પોતાના બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 જાળવી રાખવી પડશે. જો બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 જાળવી રાખવામાં નહીં આવે તો વાર્ષિક રૂપિયા 118 (રૂપિયા 100 સર્વિસ ચાર્જ + રૂપિયા 18 જીએસટી) મેઈન્ટેનન્સ ચાર્જ તરીકે ખાતાધારકના ખાતા માંથી ઓટો ડેબિટની સુવિધા મારફતે વસૂલવામાં આવશે અને ત્યારબાદ ખાતામાં જ્યારે શૂન્ય બેલેન્સ થશે ત્યારે બચત ખાતું આપોઆપ બંધ થઈ જશે.

પોસ્ટ બચત ખાતા ધારકોને બચત ખાતા સંબંધિત લેવડદેવડના વ્યવહાર અંગે કોઇ અગવડ અથવા સમસ્યા ન ઉદભવે તે હેતુથી બચત ખાતામાં ઓછામાં ઓછું રૂપિયા 500 બેલેન્સ રાખવું આવશ્યક છે જેની તમામ બચત ખાતા ધારકોને નોંધ લેવા યાદીમાં વધુમાં જણાવાયું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp