મોંઘવારીથી જલ્દી મળશે રાહત! RBIના પૂર્વ ગવર્નરે સેન્ટ્રલ બેંકોને આપી આ સલાહ

PC: uchicago.edu

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા ઓછાં ફુગાવાના દોરમાં પાછી આવી શકે છે આથી, કડક મોનિટરી પોલિસી અપનાવનારી કેન્દ્રીય બેંકોએ એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. તેમણે શુક્રવારે બેંક ઓફ થાઈલેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ દ્વારા આયોજિત એક સંમેલનમાં કહ્યું, આપણે સંભવિતરીતે નિમ્ન ફુગાવાના દોરમાં પાછા જવા માટે તૈયાર રહેવુ જોઈએ. રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની મૌદ્રિક નીતિ સમિતી (MPC)ની બેઠક સોમવારે શરૂ થશે અને મૌદ્રિક નીતિની જાહેરાત 7 ડિસેમ્બરે કરવામાં આવશે.

શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસ યુનિવર્સિટીમાં ફાયનાન્સના પ્રોફેસર રાજને કહ્યું કે, કેન્દ્રીય બેંકોએ પોતાને પૂછવુ જોઈએ કે જ્યારે ફુગાવો નિમ્નથી ઉચ્ચ ક્ષેત્રમાં પહોંચ્યો હતો તો શું તેમની નીતિઓ ઘણી ઝડપી હતી. રાજને કહ્યું, આપણે એ ચકાસવાની જરૂર છે કે આપણે શા માટે વિવશ થયા. આપણે એ આંકલન કરવાની આવશ્યકતા છે કે જો આપણે ફુગાવાના નિર્માણની ઓળખ ના કરી શકીએ તો શું બીજી વખત પણ આ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહીએ.

આથી, કેન્દ્રીય બેંકો માટે આજે એ નીતિઓને આગળ વધારવી મહત્ત્વપૂર્ણ છે જે સમય સાથે ફુગાવાની ગતિશીલતામાં બદલાવ પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે, ડી- ગ્લોબલાઈઝેશન, ચીનમાં ધીમી વૃદ્ધિ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં K-શેપ રિકવરીના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિઓથી ગ્રોથને નુકસાન થઈ શકે છે. જણાવી દઈએ કે, વધતી મોંઘવારીને પગલે આ વર્ષે યૂએસ ફેડરલ રિઝર્વ સહિત દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ વ્યાજ દરોમાં ઝડપથી વધારો કર્યો છે, જેને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. તેમજ, ઈન્ટરેસ્ટ રેટમાં વધારાની અસરથી દુનિયાભરના શેર બજારોમાં પણ ખૂબ જ અસ્થિરતા જોવા મળી છે. RBI આ વર્ષે મે મહિનાથી અત્યારસુધીમાં રેપો રેટ દરમાં 1.90 ટકાનો વધારો કરી ચુક્યું છે.

ઉદ્યોગ મંડળ એસોચેમે શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) થી આવતા અઠવાડિયે રજૂ થનારી મૌદ્રિક નીતિ સમીક્ષામાં પ્રમુખ નીતિગત દર રેપોમાં વધારાને ઓછું જોવા માટે કહ્યું છે. ઉદ્યોગ મંડળનું કહેવુ છે કે, વ્યાજ દરોમાં વધુ વૃદ્ધિ થવા પર તેની આર્થિક પુનરુદ્ધાર પર પ્રતિકૂળ અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, RBI એ 30 સપ્ટેમ્બરે મૌદ્રિક નીતિ સમીક્ષામાં ફુગાવાને કાબૂમાં લાવવા માટે રેપો રેટ દરમાં 0.50 ટકાની વૃદ્ધિ કરી હતી. મુદ્રાસ્ફીતિ આ વર્ષે જાન્યુઆરી મહિનાથી જ છ ટકાથી ઉપર છે. આ કેન્દ્રીય બેંકના સંતોષજનક સ્તરથી ઊંચુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp