26th January selfie contest

રાકેશ ઝુનઝુનવાલાનું આ 46 શેરોમાં છે રોકાણ, જાણો દરેક સ્ટોક્સના નામો

PC: businesstoday.com

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પાસે શેર માર્કેટનો લાંબો અનુભવ છે. તેઓ પોતે જણાવે છે કે માત્ર 5 હજાર રૂપિયાથી રોકાણની શરૂઆત કરી હતી. આજે તેમના પોર્ટફોલિયોમાં ઘણાં એવા સ્ટોક્સ છે, જેણે પાછલા અમુક વર્ષોથી બંપર રિટર્ન આપ્યું છે. તેમના પોર્ટફોલિયોમાં ટાટા ગ્રુપની ઘણી કંપનીઓ છે. જેમાં તેમણે મોટી રકમમાં રોકાણ કર્યું છે. પાછલા દિવસોમાં ટાટા મોટર્સ અને ટાટા કમ્યુનિકેશન્સમાં તેમણે રોકાણને વધાર્યું છે. તેમનું ટાટા ગ્રુપની 3 કંપનીઓમાં રોકાણ છે. આ ઉપરાંત ટાટા મોટર્સમાં પણ રોકાણ છે.

તેમણે ટાટા કમ્યુનિકેશન્સમાં પત્ની રેખા ઝુનઝુનવાલાના નામે આ કંપનીમાં રોકાણ કર્યું છે. જેમાં બિગ બુલની હિસ્સેદારી 1.04 ટકાથી વધીને 1.08 ટકા થઇ ગઇ છે. બિગ બુલનું ઘણી સરકારી કંપનીઓમાં પણ રોકાણ છે. ટાટા મોટર્સમાં તેમની 1.1 ટકાની હિસ્સેદારી સાથે તેના કુલ 3.77 કરોડ શેર છે. તો ટાઇટનમાં 4.81 ટકાની હિસ્સેદારીની સાથે કુલ 4.26 કરોડ શેર છે.

આ ઉપરાંત એપટેક લિ.માં તેમની હિસ્સેદારી 23.7 ટકાની છે. જેના કુલ શેરો 9668840 છે. ફોર્ટિસ હેલ્થકેરમાં તેમની હિસ્સેદારી 4.3 ટકા હતી. એગ્રો ટેક ફુડ્સમાં 30 સપ્ટેમ્બર સુધીમાં બિગ બુલ અને તેમની પત્નીની હિસ્સેદારી એકસાથે 2 ટકાની હતી.

ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં Man Infraconstruction, Lupin Ltd, લ્યૂપિન, Canara Bank, NALCO, Firstsource Solutions, Prakash Pipes, Orient Cement, Tarc Ltd, Anant Raj, NCC, Wockhardt, Autoline Industries Ltd., Bilcare Ltd, CRISIL Ltd, DB Realty Ltd, Delta Corp Ltd, Edelweiss Financial Services Ltd પણ સામેલ છે.

સાથે જ Escorts Ltd, Geojit Financial Services Ltd, Ion Exchange (India) Ltd, Jubilant Pharmova Ltd, Karur Vysya Bank Ltd, Multi Commodity Exchange Of India Ltd, Prakash Industries Ltd, Prozone Intu Properties Ltd, Rallis India Ltd, The Federal Bank Ltd અને The Mandhana Retail Ventures Ltd માં રોકાણ છે.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં લગભગ 46 શેર છે. જેમાં National Aluminium Company Ltd, Steel Authority Of India Ltd, Indiabulls Housing Finance Ltd, Nazara Technologies Ltd, Jubilant Ingrevia Ltd, VA Tech Wabag Ltd, Indiabulls Real Estate Ltd, Indian Hotels Company Ltd, Dishman Carbogen Amcis Ltd, GMR Infrastructure Ltd, VIP Industries Ltd અને TV18 Broadcast Ltd માં મોટું રોકાણ છે. આ ઉપરાંત અન્ય જગ્યાઓએ પણ રોકાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp