આધાર ફેમ ઇન્ફોસીસના નિલકેણી હવે ડિજિટલ ચૂકવણીના બન્યા કર્તા-ઘર્તા

PC: cdn.dnaindia.com

ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રિઝર્વ બેંકે મંગળવારે નંદન નીલેકણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીતીની રચના કરી છે. તેનો હેતું ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન અને સુરક્ષાને લઇને સલાહ, પોતાનો મત આપવા અંગેનો હશે. ઉલ્લેખનીય છે કે નીલેકણી દ્વારા જ આધારકાર્ડ જેવી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે. રિઝર્વબેંકે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ કે, આ સમીતીમાં પાંચ સદસ્ય હશે.

આ સમિતી દેશમાં ડિજીટલીકરણના માધ્યમથી ફાઇનાન્શીઅલ ઇન્ક્લુઝન અને ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવી છે. RBIના જણાવ્યા અનુસાર સમીતી પોતાની પહેલી બેઠક બાદ 90 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે. આની પર પ્રતિક્રિયા આપતા નંદન નિલેકણીએ ટ્વીટ દ્વારા જણાવ્યુ કે, RBI અને ભારત તેમજ ભારતીયો માટે ચૂકવણીને રિફાઇન કરનાર સમિતીની સાથે કામ કરવાની વાતને લઇને ઉત્સાહિત છું.

 સમિતીનું કામ દેશમાં ડિજીટલ ચૂકવણીની હાલની સ્થિતીની સમીક્ષા કરવી, વ્યવસ્થામાં ખામીઓને ઓળખવી અને તેને સુવ્યવસ્થિત કરવા પોતાનો મત આપવાનો રહેશે. આ સાથે જ સમિતી ડિજીટલ ચૂકવણી સાથે જોડાયેલ મુદ્દે પણ પોતાનો મત આપશે. નિલેકણી સિવાય સમીતીમાં RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નર એચ.આર. ખાન, વિજયા બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કિશોર સાંસી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સ્ટીલ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ અરુણા શર્મા અને IIM અમદાવાદમાં સેંટર ફોર ઇનોવેશન, ઇંક્યૂબેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના ચીફ ઇનોવેશન ઑફિસર સંજય જૈનનો પણ સમાવેશ કરવામાં આવે છે.

ડિજીટલ પેમેન્ટની વાત કરાવમાં આવે તો ઓક્ટોબર 2016માં 108.7 લાખ કરોડ રૂપિયાની ડિજીટલ લેણદેણ કરવામાં આવી હતી. જ્યારે કે ઓગસ્ટ 2018માં આ આંકડો 88 ટકા વધીને 204.86 લાખ કરોડ રૂપિયા થયો છે. નોટબંધી બાદથી હાલ સુધીમાં ડિજીટલ લેણદેણમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. ઓક્ટોબર 2018માં ભીમ અને યુપીઆઇ આધારિત લેણદેણની સંખ્યા વધીને 48.2 કરોડ થઇ હતી. જ્યારેકે તેની કિંમત વધીને 74978.2 કરોડ રૂપિયા થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp