અઢી વર્ષ બાદ પણ નોટબંધી સરકારનો પીછો નથી છોડતી, હવે આ વાત સામે આવી

PC: theweek.in

ભારતીય રિઝર્વ બેંકે એક નિવદેનમાં કહ્યું છે કે નોટબંદી દરમિયાન પેટ્રોલ પંપ, રેલવે ટિકીટ અને વીજળી-પાણી જેવા બીલોની ચૂકવણી માટે વાપરવામાં આવેલી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોનો તેની પાસે કોઇ હિસાબ નથી. માનવામાં આવી રહ્યું છે કે આવી ચૂકવણી વડે મોટી સંખ્યામાં પૈસા બેંકોમાં આવ્યા હતા. RBIને માહિતીના અધિકાર(RTI) હેઠળ પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ માહિતી સામે આવી હતી.

PM મોદીએ 8 નવેમ્બર, 2016ની દિવસે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પર બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ લોકોને અગવડ ન પડે તે માટે સરકારે 23 સેવાઓના બીલોની ચૂકવણી માટે એ સમયે નોટ લેવા માટે છૂટ આપી હતી.આ સેવાઓમાં સરકારી હોસ્પિટલ, રેલવે, સાર્વજનિક વાહનવ્યવહાર, ફ્લાઇટ ટીકિટ, ડેરી, સ્મશાન, પેટ્રોલ પંપ, મેટ્રો રેલ, ટિકીટ, મેડીકલ, LPG સિલિન્ડર, રેલવે ખાનપાન, વીજળી અને પાણીના બીલ, ASI સ્મારકોની પ્રવેશ ટીકિટ અને ટોલ-નાકા સામેલ હતા.

સરકારે 25 નવેમ્બર 2016 એ આ કેન્દ્રો પર 500 રૂપિયાની નોટ સ્વીકાર કરવા માટે પરવાનગી આપી હતી. આ પરવાનગી 15 ડિસેમ્બર 2016 સુધી આપી હતી. જો કે 2 ડિસેમ્બરના રોજ સરકારે પેટ્રોલ પંપ અને એરપોર્ટ પર પણ 500 ની નોટ પર રોક લગાવી દીધી હતી.

RBIએ RTI ના જવાબમાં કહ્યું કે, બીલ પેમેન્ટ માટે વાપરવામાં આવેલી નોટો સંબંધી અમારી પાસે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp