ફાયનાન્સ માર્કેટ અને રીયલ ઈકોનોમીને લઈને RBI ગવર્નરે કહી આ મહત્ત્વની વાત

PC: thequint.com

ભારતીય રીઝર્વ બેન્કે પોતાની ફાયનાન્સિયલ સ્ટેબિલિટી રીપોર્ટ જાહેર કરી દીધો છે. જેમાં ફાયનાન્સિયલ માર્કેટ અને રીયલ ઈકોનોમીમાં વધી રહેલા તફાવતને લઈને મહત્ત્વની વાત સ્પષ્ટ કરવામાં આવી છે. કેન્દ્રીય બેન્કનું એવું માનવું છે કે, રીયલ ઈકોનોમી અને ફાયનાન્સિયલ માર્કેટ વચ્ચે તફાવતની ખીણ વધી રહી છે અને તે દિવસે દિવસે ખરાબ થઈ રહ્યું છે. બંને વચ્ચે ક્નેક્ટિવિટી ઘટી રહી છે. 

ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આ રીપોર્ટમાં લખ્યું હતું કે, બંને માર્કેટમાં વધી રહેલો તફાવત ફાયનાન્સિયલ સેક્ટરના સ્થાયીત્વ માટે એક પડકાર બનીને સામે આવી રહ્યું છે. ફાયનાન્સિયલ સંપત્તિઓના વેલ્યુએશનમાં થતા વધારાથી નાણાકીય સ્થિરતા જોખમમાં મૂકાઈ શકે છે. બેન્ક અને અન્ય નાણાકીય સંસ્થાઓએ એકબીજા સાથે જોડાયેલી નાણાકીય વ્યવસ્થાના આ જોખમ અંગે જાણકારી રાખવી જોઈએ. આવું પ્રથમ વખત બન્યું નથી કે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ જોખમ અંગે જાણકારી આપી હોય.

ગત વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં રીઝર્વ બેન્કે નાણાકીય સંસ્થાઓને આ અંગે મહત્ત્વનું એલર્ટ આપ્યું હતું. જેમાં સ્ટોક માર્કેટમાં પણ ગમે ત્યારે સુધારો જોવા મળી શકે છે એવી સ્પષ્ટતા કરી હતી. બેન્કે કહ્યું કે, કેવી રીતે સરકાર અને કેન્દ્રીય બેન્કે ફાયનાન્સિયલ માર્કેટની સ્થિરતા માટે જરૂરી પગલાં લીધા છે. પણ છતાં ફાયનાન્સિયલ સેક્ટર અને શેર માર્કેટના કેટલાક ક્ષેત્ર તથા રીયલ ઈકોનોમી બંને એકબીજાથી ડિસ્ક્નેક્ટ થયા હોય એવું લાગે છે. આ રીપોર્ટમાં આવી પણ સ્પષ્ટતા છે કે, અનિશ્ચિતતાના આ કાળમાં જે કંઈ ઉપર નીચે થાય છે તો બેન્ક સેક્ટર અને તેની બેલેન્સશીટ પર ખાસ પ્રકારની એક અસર જોવા મળી શકે છે.

કુલ મળીને રીઝર્વ બેન્કે બેન્ક અને અન્ય નાણાકીય સંસ્થાને એવી ચેતવણી આપી છે કે, માર્કેટની તેજી અનિશ્ચિત છે અને આ માટે પોતાની બેલેન્સશીટની ખાસ કેર કરે. માત્ર ભારત જ નહીં દુનિયાભરના માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણી તેજી જોવા મળી રહી છે. દુનિયાભરની સરકારે કોરોના બાદ જે રાહત પેકેજ આપ્યા છે એના કારણે લિક્વિડિટી વધી રહી છે અને લોકો વધુ વ્યાજવાળા માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. જોકે, નવા વર્ષની શરૂઆતથી સેંસેક્સનો ગ્રાફ તેજી તરફ વધારે રહ્યો છે. માત્ર રોકાણકારો જ નહીં પણ કંપનીઓને પણ બીજા ફાયદા થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp