આ ફાઈનાન્સ કંપની વિરુદ્ધ RBIની એક્શન, રિકવરી એજન્ટ રાખવા પર લગાવ્યો પ્રતિબંધ

PC: indiatimes.com

હાલમાં જ હજારીબાગમાં મહિન્દ્રા ફાઈનાન્સના રિકવરી એજન્ટ દ્વારા ખેડૂતની દીકરીને કથિત રીતે ટ્રેક્ટરથી કચડી નાંખવાનો મામલો સામે આવ્યો છે. હવે ભારતીય રિઝર્વ બેંકે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસેઝ લિમિટેડ વિરુદ્ધ કડકાઈ બતાવી છે. RBI એ ગુરુવારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસેઝ લિમિટેડને આઉટસોર્સિંગ એજન્ટોના માધ્યમથી કોઈ પણ વસૂલીને તાત્કાલિક રોકવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય બેંકોએ નિર્દેશ આપ્યો છે કે, ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર આ કંપનીઓ હવે બહારના વસૂલી એજન્ટોનો ઉપયોગ નથી કરી શકતી.

શું છે મામલો?

ઝારખંડના હજારીબાગમાં ટ્રેક્ટરના હપ્તાની સમયસર ચૂકવણી ન કરવાના કારણે ખેડૂતના ટ્રેક્ટરને બળજબરીપૂર્વક લઇ જવા આવેલા ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ દિવ્યાંગ ખેડૂતની ગર્ભવતી દીકરીને વાહનથી કચડી નાખી, જેના કારણે તેની ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું. દિવ્યાંગ ખેડૂત મિથિલેશ મેહતાએ મહિન્દ્રા ફાઈનાન્સ પાસેથી ટ્રેક્ટર માટે લોન લીધી હતી, જેના હપ્તાની તે સમયસર ચૂકવણી કરી શક્યો ન હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, ફાઈનાન્સ કર્મચારી ટ્રેક્ટરના લોન પર 10,000 રૂપિયા વ્યાજ લેવા માટે આવ્યા હતા. વ્યાજની આ કિંમત લેવા માટે ગર્ભવતી મહિલાના પિતા અને ફાઈનાન્સ કર્મચારીઓ વચ્ચે વિવાદ થયો. ફાઈનાન્સ કર્મચારીઓએ ખેડૂતની દીકરી મોનિકાને બે વાર કચડી. 22 વર્ષીય મોનિકા બે મહિનાની ગર્ભવતી હતી.  

આનંદ મહિન્દ્રાએ વ્યક્ત કર્યું દુ:ખ

આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા ફાઈનાન્સના CEO અને MD અનીશ શાહના ટ્વીટને રિટ્વીટ કરતા હજારીબાગ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારની સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

આનંદ મહિન્દ્રાએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા મામલામાં થર્ડ પાર્ટી કલેક્શનનો રિવ્યૂ કરવાની વાત પણ કરી હતી. દિગ્ગજ બિઝનેસમેને તપાસમાં પોલીસના સહયોગનું આશ્વાસન આપ્યું હતું.

MFI ની લોન 23.5 ટકા વધી

માઈક્રો ફાઈનાન્સ સંસ્થાઓનું લોન પોર્ટફોલિયો એપ્રિલ-જૂન દરમિયાન 23.5% વધીને 2.93 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. માર્ચ ત્રિમાસિકમાં આ 2.85 લાખ કરોડ હતી, આની તુલનામાં 2.7%નો વધારો થયો છે. આમાં સ્મોલ ફાઈનાન્સ બેંકોનો ભાગ 16.9% છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp