શું મંદીના આરે પહોંચી ગયા આપણે? આ 3 આંકડા આપી રહ્યા છે એ વાતના પુરાવા

PC: newsnationtv.com

દુનિયાભરમાં મંદીનું જોખમ મંડરાઈ રહ્યું છે. અમેરિકા સહિત ઘણા દેશ મંદીની ચપેટમાં આવતા દેખાઈ રહ્યા છે. હવે લાગે છે કે, ભારત પણ તેનાથી અછૂતો નથી. જોકે, સરકાર તરફથી સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મંદીનું કોઈ જોખમ નથી. તેમ છતા જે આંકડા સામે આવી રહ્યા છે તેને જોતા એ સવાલ મનમાં ઉઠે છે કે શું આપણે પણ મંદીની કગાર પર પહોંચી ગયા છીએ? આ ત્રણ આંકડાઓને જોતા કદાચ તેનો અંદાજો લગાવી શકાય છે.

રૂપિયામાં સતત ચાલી રહેલો ઘટાડાનો દોર

સોમવારે અમેરિકી ડૉલરની સરખામણીમાં ભારતીય કરન્સી એક નવા રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચી ગયો. તે 89 પૈસા નબળો થઈને 80.87 પર બંધ થયો. રૂપિયામાં ઘટાડાનો દોર સતત ચાલુ છે. રૂપિયામાં આ ઘટાડો ગત 7 મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. જોવા જઈએ તો, વર્ષ 2022 ભારતીય કરન્સી માટે સારું સાબિત નથી થઈ રહ્યું. આ વર્ષે અત્યારસુધી રૂપિયામાં આશરે 10 ટકાનો ઘટાડો આવી ચુક્યો છે. એટલું જ નહીં, માત્ર બે અઠવાડિયામાં જ રૂપિયો આશરે 1.35 પૈસા તૂટી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે, રૂપિયામાં ઘટાડાની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે અને મોંઘવારી વધવાનું જોખમ પણ વધી જાય છે.

જોકે, ડૉલરની સામે માત્ર ભારતીય કરન્સી જ નહીં પરંતુ, ઘણા અન્ય દેશોની કરન્સી પણ નબળી થઈ રહી છે. ડૉલરની સરખામણીમાં બ્રિટિશ પાઉન્ડ સોમવારે શરૂઆતી કારોબારમાં ઘટીને 1.0349 પ્રતિ ડૉલરના નીચલા સ્તર સુધી તૂટી ગયો. આ તેનો 40 વર્ષનો નીચલો સ્તર છે. પાઉન્ડમાં ભારે ઘટાડાના કારણે બ્રિટનમાં મંદીની સંભાવનાઓની ચર્ચાઓ થવા માંડી છે. અન્ય કરન્સીઓની વાત કરીએ તો સાઉથ કોરિયાની કરન્સી Wonમાં 1 ટકા, ફિલિપાઈન્સની કરન્સી પેસોમાં 0.73 ટકા, જાપાની કરન્સી યેનમાં 0.57 ટકાનો ઘટાડો આવી ચુક્યો છે.

શેરબજારમાં હાહાકાર

અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા એક પછી એક વ્યાજદરોમાં વધારાના નિર્ણયની અસર શેરબજારો પર દેખાઈ રહી છે. ભારતીય શેરબજારમાં પણ હાહાકાર છે. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, સતત ચાર દિવસથી બજાર ખરાબરીતે તૂટીને બંધ થઈ રહ્યું છે. સોમવારે દિવસભરના ટ્રેડિંગના અંતમાં BSEનો સેન્સેક્સ 953.70 અંક નીચે 57145.22ના સ્તર પર બંધ થયો. મંદીની વધતી આશંકાઓને પગલે વિદેશી નિવેશકોના વેચાણ તરફી વલણે ઘરેલૂં બજારોમાં આ હલચલ પેદા કરી છે.

ભારત સહિત દુનિયાભરમાં છટણી

જ્યારથી દુનિયામાં મંદીના વધતા જોખમની ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારથી મોટી-મોટી કંપનીઓમાં છટણીના સમાચાર ચર્ચામાં છે. છેલ્લાં કેટલાક સમયથી ઘણી મોટી કંપનીઓમાં હજારો લોકોની છટણીના મામલા સામે આવ્યા છે. મંદીના વધતા જોખમ વચ્ચે ખર્ચ ઓછો કરવાનો હવાલો આપતા કર્મચારીઓને કાઢવામાં આવી રહ્યા છે. ચીનની અલીબાબાએ એક ઝટકામાં 10000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો. આ પહેલા રિટેલ વોલમાર્ટે 200 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. ભારતમાં ટેક સેક્ટરમાં ત્રીજા સૌથી મોટી સોફ્ટવેર કંપની HCL ટેક્નોલોજીસે વૈશ્વિક સ્તર પર મોટી છટણી કરી છે. તે અંતર્ગત 350 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.

સરકારના દાવા પર નજર

ડૉલરની સરખામણીમાં રૂપિયામાં સતત નબળાઈ પર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, દુનિયાની બાકી મુદ્રાઓની સરખામણીમાં ભારતીય કરન્સી રૂપિયો વધુ મજબૂતાઈથી ઊભો છે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. થોડાં દિવસ પહેલા નાણા મંત્રીને જ્યારે સવાલ કરવામાં આવ્યો હતો કે, દુનિયા પર મંદીના જોખમ વચ્ચે ભારતમાં મંદી આવવાનું જોખમ છે, તો તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, દેશમાં મંદી આવવાના ઝીરો ચાન્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp