સરકારની કમાણી પર લાગ્યું કોરોનાનું ગ્રહણ, તા.15 સપ્ટેમ્બર સુધીમાં થયો આટલો ઘટાડો

PC: indiatimes.com

કોરોના વાયરસને કારણે ન માત્ર દેશની પ્રજાની કમાણી પર ગ્રહણ લાગ્યું છે પણ સરકારી આવક ઉપર પણ મોટો આર્થિક ફટકો પડ્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગના એક સુત્રમાંથી મળી રહેલી માહિતી અનુસાર બુધવારે એવું જાણવા મળ્યું હતું કે, ચાલું નાણાકીય વર્ષ દરમિયાન 15 સપ્ટેમ્બર સુધી સરકારના કુલ ટેક્સની રેવન્યૂમાં 22.5 ટકાનો મોટો આર્થિક ફટકો પડ્યો છે.

બેંગ્લુરૂને બાદ કરતા દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈના ટેક્સ ક્લેક્શનમાં મોટી ખોટ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2020ના છેલ્લા છ મહિનામાં ડાયરેક્ટ ટેક્સ ક્લેક્શનમાં 22.5 ટકાનો સીધો ઘટાડો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં તા.15 સપ્ટેમ્બર સુધીમાં કુલ ડાયરેક્ટ ટેક્સમાં 253532.3 કરોડ રૂપિયાનું ક્લેક્શન થયું છે. જે ગત વર્ષની તુલનામાં 22.5 ટકા ઓછું છે. ઈન્કમ ટેક્સ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે આ જ સમયગાળામાં ટોટલ ટેક્સ ઈનકમ 327320.2 કરોડ રૂપિયા રહી હતી. જેમાં કોર્પોરેટ ટેક્સ, ઈન્કમ ટેક્સ અને એડવાન્સ ટેક્સનો પણ સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે છેલ્લા છ મહિનામાં મુંબઈનું ટેક્સ ક્લેક્શન 13.9 ટકા રહ્યું છે. જે કોલકાતાનું 13.9, ચેન્નઈનું 37.3 તથા દિલ્હીનું 33 ટકા રહ્યું છે. આ યાદીમાં બેંગ્લુરૂ અપવાદ સાબિત થયું છે.


ચાલુ વર્ષે બેંગ્લુરૂમાંથી ટેક્સ ઈનકમમાં સારો એવો વધારો નોંધાયો છે. આ દરમિયાન બેંગ્લુરૂ ટેક્સ ક્લેક્શનમાં 9.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણકારોને જણાવ્યા અનુસાર બેંગ્લુરૂને IT હબ તરીકે ડેવલપ કરવાથી આ ફાયદો થયો છે. કોરોના વાયરસની મહામારીના કાળમાં ITઅને ઈન્ટરનેટ પર વધતી નિર્ભરતાને કારણે બેંગ્લુરૂને આ મોટો ફાયદો થયો છે. છેલ્લા છ મહિનામાં બેંગ્લુરૂમાંથી ટેક્સ ઈન્કમનો દર વધ્યો છે. આ શહેરમાંથી ટેક્સ પેટે થઈ રહેલી આવકમાં 9.9 ટકાનો સીધો વધારો થયો છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ટેકનોલોજીનો વ્યાપ વધતા કોરોના કાળમાં આ ઉદ્યોગને સીધો ફાયદો થયો છે. ટેકનોલોજીના અનેક રેવન્યૂ મોડલમાં તેજી જોવા મળી છે. જોકે, કોરોના વાયરસને કારણે આર્થિક રીતે માઠી બેસતા અનેક બીજા સેક્ટરની સ્થિતિ જહાંજમાં ભરાતા પાણી જેવી થઈ રહી છે. મોંધવારી, રોકડનું રોટેશન તથા રોકાણ તમામ પાસાઓ પરથી ઘટાડો થતા મુશ્કેલીઓ વધી રહી છે. GDPમાં આગામી વર્ષે 8% વૃદ્ધિની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ વર્ષે ડામાડોળ થઈ ગયેલી આર્થિક સ્થિતિ વચ્ચે અનેક આવકને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp