26th January selfie contest

રોજ રૂપિયો નીચી સપાટીએ આવી રહ્યો છે, ક્યાં સુધી તૂટશે અને શું પડશે અસર?

PC: economictimes.indiatimes.com

અમેરિકામાં વ્યાજ દરો સતત વધી રહ્યા છે. આ સપ્તાહમાં અમેરિકન સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં 0.75 ટકાનો ભારે વધારો કર્યો છે. વ્યાજ દરો વધવાની ઝપડમાં સુસ્તી નથી આવી રહી. ફેડરલ રિઝર્વનો સંકેત મળ્યા બાદ રોકાણકારો વિશ્વભરના બજારોમાંથી પૈસા બહાર કાઢી રહ્યા છે અને સુરક્ષા માટે અમેરિકન ડોલરમાં પોતાનું રોકાણ કરી રહ્યા છે. તેનું કારણ ભારતીય મુદ્રા રૂપિયા સહિત તમામ અન્ય કરન્સીઝ માટે સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. રૂપિયો સતત એક પછી એક નવા લો પર પહોંચી રહ્યો છે. શુક્રવારે શરૂઆતી કારોબારમાં જ રૂપિયાએ તુટવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે અને નવા સર્વકાલિન નીચલા સ્તર સુધી પડી ગયો છે.

રૂપિયાએ સૌથી પહેલા આ વર્ષે જુલાઇ મહિનામાં પહેલી વખત 80 રૂપિયાના સ્તરથી નીચેનું સ્તર ટચ કર્યું હતું. આજના કારોબારમાં રૂપિયાએ પહેલી વખત 81નું સ્તર પાર કર્યું છે. આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો 39 પૈસા તુટીને ડોલરની સરખામણીમાં 81.18 પર આવી ગયો છે. આ પહેલા ગુરુવારે પણ રૂપિયાએ નવો ઓલ ટાઇમ લો બનાવ્યો હતો. જે ઝડપથી રૂપિયામાં કડાકો આવી રહ્યો છે, કેટલાક ઇકોનોમિસ્ટ માની રહ્યા છે કે, રૂપિયો ડોલરની સરખામણીમાં 82 રૂપિયાનું સ્તર પણ જલ્દીથી પાર કરી શકે છે.

આંકડાઓ પર નજર કરીએ તો આ વર્ષે અત્યાર સુધી રૂપિયો 7 ટકાથી વધારે તુટી ચૂક્યો છે. રૂપિયાની વેલ્યુ અમેરિકન ડોલરની સરખામણીમાં સતત ઓછી થઇ રહી છે. હાલ પ્રમુખ મુદ્રાઓના બાસ્કેટમાં ડોલર સતત મજબૂત થવાથી રૂપિયાની સ્થિતિ નબળી બની છે, જ્યારે યુરો સતત અમેરિકન ડોલરથી ઉપર રહેતો આવ્યો છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો ડિસેમ્બર 2014થી અત્યાર સુધી તે અમેરિકન ડોલરની સરખામણીમાં 25 ટકાથી વધારે નબળો થઇ ચૂક્યો છે. રૂપિયો લગભગ એક વર્ષ પહેલા અમેરિકન ડોલરની સરખામણીમાં 74.54ના સ્તર પર આવ્યો હતો.

બદલાતી પરિસ્થિતિઓએ આખા વિશ્વમાં મંદીનું જોખમ ઉભું કર્યું છે. અમેરિકામાં મોઘવારી 41 વર્ષોના ઉચ્ચ સ્તર પર છે. તેને કાબૂ કરવા માટે ફેડરલ રિઝર્વ ઝડપથી વ્યાદ દરો વધારી રહ્યું છે. જોકે, ત્યાર બાદ પણ મોઘવારી કાબૂમાં નથી આવી રહી. અમેરિકામાં વ્યાદ દરો વધવાનો ફાયદો અમેરિકન ડોલરને મળી રહ્યો છે. અમેરિકા ઓફિશીયલ રૂપે મંદીની ચપેટમાં આવી ચૂક્યું છે અને બ્રિટન સહિત કેટલીક અન્ય મોટી વ્યવસ્થાઓ પણ મંદીની ચપેટમાં આવી ચૂકી છે. મંદીના ડરથી વિદેશી રોકાણ કારો ઊભરતા બજારમાંથી પણ પૈસા કાઢી રહ્યા છે અને સુરક્ષિત રોકાણ માટે ડોલર ખરીદી રહ્યા છે. આ પરિઘટનાએ અમેરિકન ડોલરની વેલ્યુ યુરો કરતા પણ વધારી દીધી છે, જ્યારે યુરો અમેરિકન ડોલરથી મોઘી કરન્સી હતી. હાલ અમેરિકન ડોલર લગભગ બે દાયકાથી મજબૂત સ્તર પર પહોંચી ચૂક્યો છે.

કોઇ પણ દેશની કરન્સી નબળી પડવાથી તેના પર ઘણી અસર પડે છે. તેને ઉદાહરણોથી સમજીએ તો નબળા પડતા રૂપિયાથી તમારી ઉપર શું અસર પડશે? જો તમારા બાળકો કોઇ અન્ય દેશમાં ભણી રહ્યા છે અને તમે તેમને ભારતથી પૈસા મોકલી રહ્યા છો, તો એ સ્થિતિમાં તમને નુકસાન થઇ રહ્યું છે. અમેરિકન ડોલરને ગ્લોબલ કરન્સીનો દરજ્જો પ્રાપ્ત છે અને સતત મજબૂત થઇ રહ્યો છે, એવામાં તમે જે રૂપિયા મોકલશો, તે ડોલરમાં કનવર્ટ થઇને તેની વેલ્યુ ઓછી થઇ જશે. આ કારણે તમારે પહેલા કરતા વધારે રૂપિયા મોકલવા પડશે. જો તમારા કોઇ પરિજન કે સભ્યો કોઇ અન્ય દેશથી તમને પૈસા મોકલે છે, તો તમને ફાયદો થશે. મોકલવામાં આવેલી જૂની રકમમાં હવે તમના વધારે રૂપિયા મોકલવા પડશે. જો તમે કારોબાર કરો છો તો અસર એ વાત પર નિર્ભર કરશે કે તમારો બિઝનેસ ઇમ્પોર્ટ બેઝ્ડ છે કે એક્સપોર્ટ બેઝ્ડ. એક્સ્પોર્ટ કરનારાઓને નબળા રૂપિયાથી ફાયદો થવાનો છે, જ્યારે ઇમ્પોર્ટ કરનારાઓને હવે જૂની માત્રામાં માલ મંગાવવા માટે વધારે રૂપિયા આપવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp