21000 તમારી કમાણી હોય તો આ ન્યૂઝ તમારા માટે છે

PC: ndtvimg.com

આમ તો આપણને બધાને ખબર છે કે નોકરીયાતમંદ લોકોનો પગાર 20થી 25 હજાર રૂપિયા હોય છે. જેથી એ લોકો ટેક્સના નિયમમાં વધારે ધ્યાન નથી આપતા. પણ તમારી આ આદત થોડા દિવસોમાં તમારા ઉપર જ ભારે પડી શકે છે. જો તમારો પગાર 21 હજાર રૂપિયાથી વધારે હશે અથવા તો તમારી વર્ષની કમાણી 2.5 લાખથી લઈને 5 લાખ સુધી છે તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવું જોઈએ. જો તમે ફાઈલ નહીં કરો, ટેક્સના નિયમોનો અમલ નહીં કરો તો, આયકર વિભાગ દ્વારા તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

ટેક્સ કલેક્શન વધારવા માટે આઈટી ડિપાર્ટમેન્ટ સક્રિય થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ આઈટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું હતું કે, ટેક્સ કલેક્શન વધારવા માટે બધા જ પ્રયાસ કરવા માટે કહ્યું હતું. જણાવ્યા મુજબ ડિસેમ્બરના અંત સુધીમાં 33,218 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp