GST Council Meeting: ફ્રીઝ, ફૂટવેર સહિત આ વસ્તુઓ થઈ સસ્તી, જાણો આખું લિસ્ટ

PC: cloudfront.net

GST કાઉન્સિલની 28મી બેઠકમાં સરકારે ઘણા મોટા નિર્ણય લીધા છે. મહિલાઓને ગિફ્ટ આપતા સરકારે સેનિટરી નેપકીનને GSTની બહાર કરી દીધા છે. જાણો શું છે GST કાઉન્સીલની બેઠકની અન્ય મહત્ત્વની વાતો.

  • મહિલાને ભેટ આપતા સરકારે સેનિટરી નેપકીનને GSTમાંથી બહાર કરી દીધા છે.
  • બામ્બૂ ફલોરિંગ પર GST રેટ ઘટાડીને 12 ટકા કરી દીધો છે.
  • સરકારે ખાંડ ઉપર સેસ માટે કોઈ નિર્ણય લીધો નથી.
  • સિમ્પલ રિટર્ન ફાઈલિંગને મજૂરી મળી છે.
  • 5 કરોડ રૂપિયા અથવા તેથી ઉપરના ટેક્સ પેયરે દર મહિને ફાઈલ કરવું પડશે રિટર્ન
  • ઇથેનોલ પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલ બ્લેન્ડમાં થાય છે.
  • ફ્રીઝ, વોશિંગ મશીન સહિત 17થી વધુ વસ્તુઓ પર GSTનો રેટ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.
  • 1000 રૂપિયા સુધીના ફૂટવેર પર હવે 5 ટકા GST લાગશે.
  • પેઈન્ટ અને વાર્નિશ પર GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.
  • જ્યુસર, મિક્સર, વેક્યૂમ ક્લીનર પર GST ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.
  • પત્થર, માર્બલ અને લાકડાની મૂર્તિઓને GSTમાંથી બહાર કાઢવામાં આવી છે.
    GSTમાં આ ફેરફારના કારણે સરકારને 10થી 15 હજાર કરોડનું નુકસાન થશે.
    GSTના નવા રેટ 27 જુલાઈથી લાગુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp