વધુ પડતા સેવિંગ્સ એકાઉન્ટ આર્થિક રીતે નુકસાનકારક છે, જાણો કેવી રીતે

PC: livehindustan.com

જો તમારી પાસે વધુ પડતા સેવિંગ્સ એકાઉન્ટ હોય તો આર્થિક રીત નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. મોટા ભાગની બન્કો સેવિંગ્સ એકાઉન્ટ પર ત્રણથી ચાર ટકા વ્યાજ આપે છે. જ્યારે ઓછામાં ઓછું બેલેન્સ ન હોય તો રુ.700ની પેનલ્ટી વસુલે છે. આમ દર મહિને તમારા ખિસ્સામાંથી આટલી રકમ બેન્ક લઈ લે છે. પણ આ વાતનો ખ્યાલ ભાગ્યે જ કોઈ લોકોને હોય છે. એટલે જો વધારે પડતા બચત ખાતા હોય તો એને વાઈન્ડ અપ કરી લેવા સારા. બીજી તરફ જ્યારે પણ ઈન્કમ ટેક્સ રીટર્ન ભરવાનું થાય ત્યારે આ તમામ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટની માહિતી સરકારને આપવાની રહે છે. તેથી જે ખાતાનો ઉપયોગ ન હોય તેને બંધ કરી દેવું જોઈએ.

કોઈ પણ સરકારી કે ખાનગી બેન્ક ઓછામાં ઓછા બેલેન્સ માટે એક રકમ મર્યાદા નક્કી કરે છે. જો એટલી રકમ ખાતામાં ન હોય તો બેન્ક પેનલ્ટી વસુલે છે. જે દર મહિને કપાય છે. સરકારી બેન્ક SBIએ ખાતાની લિમિટ ઓછામાં ઓછા ત્રણ હજાર સુધીની કરી દીધી છે. જ્યારે ખાનગી બેન્ક HDFCમાં સેવિંગ્સ એકાઉન્ટ હોય તો ઓછામાં ઓછા દસ હજાર રુપિયા ખાતામાં હોવા જોઈએ. જો ન હોય તો બેન્ક રુ.700 કાપે છે. સિટી બેન્કમાં ખાતું હોય તો ઓછામાં ઓછા 25 હજાર રુપિયાની મિનિમમ બેલેન્સ હોવી અનિવાર્ય છે. જો સેલેરી એકાઉન્ટ હોય તો સતત ત્રણ મહિના સુધી એમાં કોઈ સેલેરી જમા ન થાય તો આ ખાતું ઓટોમેટિક સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાંસફર થાય છે.

બેન્ક પોતાના નિયમ પ્રમાણે એકાઉન્ટલક્ષી કેટલાક ફેરફાર કરે છે. સેલેરી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ હોવું જરુરી નથી. જ્યારે સેવિંગ્સ એકાઉન્ટમાં ઓછામાં ઓછી રકમ હોવી જરુરી છે. પછી ભલે એમાં કોઈ ટ્રાંઝેક્શન થાય કે નહીં. જો કોઈ મોટી રકમ આ બચત ખાતામાં હોય અને તેનો કોઈ ઉપયોગ ન હોય તો થોડું નુકસાન વેઠવું પડે છે. દરેક ખાતામાં થોડી બેલેન્સ હોવી જોઈએ. જેના પર ત્રણથી ચાર ટકા જેટલું વ્યાજ આવી શકે. આ રકમને મ્યુચલ ફંડ કે બીજા કોઈ રોકાણમાં ઉપયોગ કરી શકો છો. બચત ખાતામાં રહેલ રકમને તમે બીજા કોઈ ખાતામાં ટ્રાંસફર કરી શકો છો. ત્યાર બાદ ખાતું બંધ પણ કરાવી શકો છો. બચત ખાતું બંધ કરતા કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ.

બચત ખાતું બંધ કરતા એ ખાતું કોઈ લોન કે રોકાણ સાથે લિંક ન હોવું જોઈએ. કોઈ પણ બેન્કમાં ખાતું બંધ કરતા પહેલા ક્લોઝર ફોર્મ ભરવું પડે છે. જેમાં ખાતું બંધ કરવા પાછળનું કારણ દર્શાવવું પડે છે. જેમાં વ્યક્તિની તમામ માહિતી અને ખાતાની ડીટેઈલ હોવી જરુરી છે. બીજા પણ એક ફોર્મમાં એ જાણકારી આપવાની રહે છે કે, આ ખાતું બીજા ક્યાં ખાતા સાથે ટ્રાંસફર કરવામાં આવી રહ્યું છે. એક વર્ષની અંદરના સમયમાં ખાતું બંધ કરવામાં આવે તો ક્લોઝર ફોર્મ સાથે બંધ કરવાના પૈસા આપવા પડે છે. એક વર્ષથી વધારે સમય હોય તો કેટલીક બેન્ક ચાર્જ લેતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp