SBIએ 1300 શાખાના ISFC કોડ બદલ્યા, જાણો કેમ?

PC: newsmobile.in

સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયા (SBI)માં તેની 5 સહયોગી બેન્કોના મર્જર પછી SBIએ પોતાની 1300 શાખાઓના નામ અને IFSC કોડ બદલી નાખ્યા છે. દેશની સૌથી મોટી સરકારી બેન્કે જે શાખાઓના ISFC કોડ બદલ્યા છે તે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને લખનૌ જેવા શહેરોમાં છે.

SBIના રિટેલ અને ડિજિટલ બેંકિંગના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે અમારી સહયોગી બેન્કોની શાખાઓ SBIમાં મર્જ થઈ ચૂકી છે. જ્યારે પણ મર્જર થાય છે ત્યારે ISFC કોડ બદલવામાં આવે છે. તેમને કહ્યું કે ગ્રાહકોને તેની સૂચના આપવામાં આવી છે. બેંક પણ તેમને નવા ISFC કોડ સાથે જોડવાની કાર્યવાહીમાં લાગી ગઈ છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે જો કોઈ ચૂકવણી જૂનાં ISFC કોડથી આવશે તો તેને નવા કોડ સાથે જોડી દેવામાં આવશે.

ગ્રાહકોને આનાથી કોઈ તકલીફનો સામનો કરવો પડશે નહિ. SBIએ પોતાની 2300 શાખા બંધ કરી દીધી છે. સાથે જ જૂનાં અને નવા નામની સાથે બધી શાખાઓની જાણકારી અને ISFC કોડ વેબસાઈટ પર અપડેટ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp