SBI આપી રહ્યું છે 10 લાખ રૂપિયાની લોન, મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો લાભ

PC: mudra.org.in

પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતા લોકોએ પૈસાની કમીને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જોકે, મોદી સરકારની એક એવી સ્કીમ છે, જે અંતર્ગત દેશની સૌથી મોટી બેંક SBI વ્યવસાય માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. આ રકમ દ્વારા તમે તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. તો તમે પણ જાણી લો આ સ્કીમ વિશે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત SBI તરફથી અલગ-અલગ 3 કેટેગરીમાં 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. આ લોન શિશુ, કિશોર તેમજ તરૂણ કેટેગરીની હોય છે. શિશુ કેટેગરીમાં 50000 રૂપિયા સુધી લોન મળે છે, જ્યારે કિશોર કેટેગરીમાં 50000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. જ્યારે તરૂણ કેટેગરીમાં 5 લાખથી 10 લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે.

શિશુ અને કિશોર કેટેગરી માટે કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવતી નથી, જ્યારે તરૂણ કેટેગરીમાં લોન અમાઉન્ટના 0.50% ચાર્જ લેવામાં આવે છે. SBIની મુદ્રા લોન એ લોકોને જ મળે છે, જે બિઝનેસ શરૂ કરવા માગે છે. નવી યુનિટની શરૂઆત કરનારા લોકો પણ આ યોજના અંતર્ગત લોન લઈ શકે છે.

આ લોન SBIની લગભગ તમામ બ્રાન્ચો પર આપવામાં આવે છે. આ લોન લેનાર વ્યક્તિ કોઈપણ બેંક અથવા નાણાકિય સંસ્થા દ્વારા ડિફોલ્ટર જાહેર કરાયેલી ન હોવી જોઈએ. જો લોન લેનાર વ્યક્તિએ ગ્રામિણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થામાંથી ટ્રેનિંગ લીધી હશે તો તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

SBIની https://www.sbi.co.in/portal/web/sme/pm-mudra-yojana લિંક પર ક્લિક કરી મુદ્રા લોન સંબંધિત તમામ જાણકારીઓ મેળવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp