SBIને ત્રણ મહિનામાં થયું 7718 કરોડનું નુકસાન, આ રહ્યું કારણ

PC: ibtimes.co.in

ભારતીય સ્ટેટ બેંકના ગયા વર્ષના ચોથા ત્રિમાસિક મહિનામાં 7718.71 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. વસૂલીમાં ફસાયેલા દેવાને લીધે નુકસાનના ઊંચી જોગવાઈ કરવાને કારણે આટલી મોટી ખોટ થઈ છે. તેની પહેલાના વર્ષના આ સમયે દેશની આ સૌથી મોટી બેંકે 2814.82 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

ડિસેમ્બર 2017ના સમાપ્ત થયેલા ત્રિમાસિકમાં બેંકને 2416.37 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. બેંક તરફથી આ વાત શેર માર્કેટમાં જણાવવામાં આવી છે કે જાન્યુઆરી-માર્ચ મહિનામાં તેમની આવક વધીને 68,436.06 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

ગયા વર્ષે આ જ ત્રિમાસિક મહિનામાં બેંકની આવક 57,720.07 કરોડ રૂપિયા હતી. આ સમયમાં બેંકનો કુલ એનપીએ વધીને દેવાની સાથે 10.91 ટકા જેટલો થઈ ગયો છે, જે ગયા નાણાકીય વર્ષના તે જ ત્રિમાસિક મહિનામાં 6.90 ટકા હતો. આ દરમિયાન બેંકનો શુદ્ધ એનપીએ વધીને 5.73 ટકા પર પહોંચી ગયો છે, જે એક વર્ષ પહેલાના એજ ત્રિમાસિકમાં 3.71 ટકા હતો.

SBI તરફથી જાન્યુઆરીથી માર્ચ 2018 સુધીના ત્રિમાસિકમાં થયેલી ખોટનું મોટું કારણ બતાવ્યું છે. બેંકના કહેવા પ્રમાણે ટ્રેડિંગથી ઓછી કમાણી અને બોન્ડ યીલ્ડ્સના વધવાને લીધે માર્કેટ ટુ માર્કેટમાં મોટી ખોટને કારણે ત્રિમાસિકમાં ખોટની આવક વધી છે. બેંકે એ પણ કહ્યું હતું કે વેતન વૃદ્ધિ અને ગ્રેચ્યુઈટીની લિમીટ વધવાને લીધે પણ તેમાં વધારો થયો છે.

આ પહેલા દેશની સૌથી મોટી બેંકના સૂચના અધિકાર હેઠળ નાણાકીય વર્ષ 2017-18માં પોતાના ગ્રાહકો પાસેથી વસુલ કરવામાં આવેલા એટીએમ વ્યવહારની ફીની જાણકારી આપવાની ના પાડી દીધી હતી. આ રકમ એટીએમ ઉપયોગના નક્કી કરેલા સમય પતી જવા પછી વસૂલવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp