SBIની ગ્રાહકોને ગિફ્ટ, આટલા લાખ સુધીના IMPS ટ્રાન્સફર પર નહીં લાગે કોઈ ચાર્જ

PC: images.financialexpress.com

દેશની સૌથી મોટી બેંક SBIએ નવા વર્ષે ગ્રાહકોને એક ભેટ આપી છે. નેટ બેંકિગ અથવા મોબાઈલ બેકિંગથી રૂ.5 લાખ સુધીના IMPS ટ્રાન્સફર પર હવેથી કોઈ પ્રકારનો ચાર્જ નહીં લાગે. જોકે, બેંકની કોઈ બ્રાંચમાંથી આ ટ્રાન્સફર કરવામાં આવશે તો ચાર્જ ચૂકવવો પડશે. SBIએ બેંક પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, IMPS હેઠળ રૂ.20 પ્લસ GST ચાર્જ ભરવાનો રહેશે. આ નિયમ તા.1 ફેબ્રુઆરીથી લાગુ થશે.

મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિગ અથવા યોનો એપ્લિકેશનથી રૂ.5 લાખ સુધીના IMPS ટ્રાન્સફર પર કોઈ ચાર્જ દેવાનો નહીં રહે. કોઈ પણ SBI બ્રાંચમાંથી રૂ.1000 સુધીના IMPS ટ્રાન્સફર પર કોઈ ચાર્જ લાગતો નથી. રૂ.1000થી 10,000 સુધીના ટ્રાન્સફર પર રૂ.2 ચાર્જ સાથે GST, રૂ.10,000થી લઈને રૂ.1 લાખ સુધીના ટ્રાન્સફર પર રૂ.4 સાથે GST ચાર્જ અને રૂ.1 લાખથી રૂ.2 લાખ રૂપિયા સુધીના ટ્રાન્સફર પર રૂ.12 સાથે GST ચાર્જ વસુલ કરવામાં આવે છે. પૈસા સરળતાથી ટ્રાન્સફર કરવા માટે IMPS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વિસ રવિવાર સહિત 24 કલાક પ્રાપ્ય છે.

રીઝર્વ બેંકે તાજેતરમાં આ સર્વિસ હેઠળ ટ્રાન્સફર માટેની રકમ મર્યાદા રૂ.2 લાખથી વધારીને રૂ.5 લાખ કરી દીધી હતી. કેન્દ્રીય બેંકે આ ફેરફાર ઑક્ટોબર 2021માં શરૂ કર્યો હતો. ત્યાર બાદ તમામ બેંકને રૂ.2લાખથી રૂ.5 લાખ સુધીના નવા સ્લેબ માટે ચાર્જ નક્કી કરવાની જરૂર પડી હતી. જોકે, એમાં ફરી GST ચાર્જ લેવામાં આવી રહ્યો છે. SBIએ IMPS સિવાય નેટબેંકિગ, મોબાઈલ બેંકિંગ અથવા યોનોથી RTGS અને NEFT ટ્રાન્સફર પર કોઈ ચાર્જ વસુલતી નથી.

જોકે, બ્રાંચમાંથી RTGS અને NEFTથી ટ્રાન્સફર કરવા ઉપર પણ ચાર્જ છે. આ સેવા મેન્યુઅલી ફ્રી નથી. રૂ.2 લાખથી રૂ.5 લાખ સુધીના RTGS ટ્રાન્સફર પર રૂ.20 સાથે GST ચાર્જ વસુલ કરવામાં આવે છે. જો રૂ.5 લાખથી વધારે ટ્રાન્સફર કરવાના હોય તો રૂ.40 સાથે GST ચાર્જ વસુલ કરવામાં આવે છે. જોકે, થોડા દિવસ પહેલા કેન્દ્રીય બેંકે ડિજિટલ પેમેન્ટ અને અન્ય ડિજિટલ સર્વિસને વેગ આપવા માટે ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી વગર પણ રૂપિયાનું ચૂકવણું કરી શકાશે એવું એલાન કર્યું હતું. ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી નહીં હોય તો પણ રૂ.200 સુધીનું ચૂકવણું સરળતાથી કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp