ગરીબોના નામે બેન્ક ખાતા ખોલાવી કરોડો રૂપિયા ચાઉં કરવાનું કૌભાંડ કેવી રીતે થયું?

PC: google.co.in

સરકાર એક તરફ દાવો કરે છે કે ગરીબોને રોજગારી મળે તેના માટે અનેક યોજનાઓ ચાલી રહી છે, પરંતુ લેભાગુ તત્વો અને સરકારી અધિકારીઓની મીલી ભગતના કારણે ગરીબો માટેની યોજનાના કરોડો રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં તેમની જાણ બહાર આવે છે, પણ તે બારોબાર ઉપાડી પણ લેવામાં આવે છે. આવી જ એક ઘટના ભાવનગર પોલીસ સામે આવી છે, શંકા છે કે આ એક ઘટના પાશેરામાં પહેલી પુણી સમાન છે. આ કૌભાંડમાં બહુ મોટા માથાઓ અને મોટા અધિકારીઓ સંડોવાયેલા છે.

તળાજાના પાવઠી ગામે રહેતા અને ખેત મજુરી કરતા ઐયુબ ઝુણેજાએ તળાજા પોલીસને આપેલી ફરિયાદ પ્રમાણે તેમને બેન્ક ખાતુ ખોલાવુ હતું જેના કારણે તેમણે પોતાના કાકા શાબાનભાઈ ઝુણેજાનો સંપર્ક કર્યો હતો, તેઓ ભગીરથ કોટન મીલમાં ચોકીદાર તરીકે નોકી કરે છે, શાબાનભાઈએ તેમની પાસેથી તેમન દસ્તાવેજો અને કોરા ફોર્મ ઉપર સહી લીધી હતી, જો કે ઘણા દિવસ થયા પછી પણ તેમનું બેન્ક ખાતુ ખુલ્યુ ન્હોતુ

પરંતુ થોડા દિવસ બાદ તેમને પોસ્ટ દ્વારા ભાવનગરની સેન્ટ્રલ બેન્કની પાસ બુક મળી હતી પાસબુક પ્રમાણે તેમનું બેન્ક ખાતુ ખુલી ગયુ હતું જો કે પાસબુકની વિગત જોતા તેઓ ચૌંકી ઉઠયા હતા, કારણ તેમના નામે ખુલી ગયેલા બેન્ક એકાઉન્ટમાં પાંચ લાખ સરકારી કોઈ યોજના પેેટે જમા થયા હતા અને ઉપાડી પણ લેવા આવ્યા હતા, જેના કારણે તેઓ આ અંગેની તપાસ કરવા ભાવનગર ગયા તો તેમને બીજો આંચકો લાગ્યો હતો કે તેમા નામે ભાવનગરની આઈસીઆઈસી બેન્કમાં પણ એક કરંટ એકાઉન્ટ ખોલવામાં આવ્યુ છે જે સ્ટાર એન્ટરપ્રાઈઝના નામે છે તેમાં પણ તેર લાખ જમા થયા હતા અને તે પણ ઉપાડી લેવામાં આવ્યા હતા જયારે ઐયુબભાઈના કાકા નામે રઝાક જેમ્સનું નામનું ખાતુ ખુલ્યુ હતું તેમાં પણ દસ લાખ રૂપિયા જમા થયા અને તે ઉપાડી લેવામાં આવ્યા હતા.

આમ સામાન્ય અને ગરીબોના નામે બહુ મોટી સંખ્યામાં ખાતાઓ ખોલાવી સરકારી યોજનાની લોન તેમના નામે જમા કરી ઉપાડી લેવામાં આવી હોવાનું હકિકત સામે આવી છે. આ અંગે ઐયુબભાઈએ આપેલી ફરિયાદમાં હાલમાં તેમના કાકા શાબાનભાઈ અને મહારાજ નામની એક વ્યકિતનો ઉલ્લેખ છે પણ ખરેખર આ બંન્ને પણ સામાન્ય માણસો જ છે તેમની પાછળ અન્ય કોઈ મોટુ માથુ હોવાની શંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp