બજેટ બાદ પહેલીવાર સેંસેક્સ 150 થી વધું પોઈન્ટથી ગગડ્યો, નિફ્ટી 15000થી નીચે

PC: spiderimg.com

ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સંકેતને કારણે ભારતીય શેર માર્કેટમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો છે. વ્યાપારમાં સેંસેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન સાથે જોવા મળ્યા છે. નિફ્ટની 15000થી નીચે ગગડ્યો છે. જ્યારે સેંસેક્સમાં 178 પોઈન્ટ ગગડ્યા છે. એ સમયે તે 50711ની સપાટી પર કારબોર કરતા જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 21 પોઈન્ટ ઘટી ગયા છે. જે 14961 સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.

બેન્ક અને ફાયનાન્સિયલના શેરમાં ઘટાડો થયો છે. તો મેટલના શેરમાં તેજી જોવા મળી હતી. ઘણા રોકાણકારોએ મેટલના શેર ખરીદ્યા હતા. બીજી તરફ સરકારી બેન્કના શેરમાં 1.5 ટકાથી પણ વધારે ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC અને SBI જેવી બેન્કના ફાયનાન્સિયલ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ONGC માં થોડો ફાયદો થયો છે. વૈશ્વિક માર્કેટની વાત કરવામાં આવે તો એશિયાઈ માર્કેટમાં મિશ્ર પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.

ન વધુ તેજી કે ન વધારે પડતી મંદી.ગત શુક્રવારે ડાઉ જોંસ એક મજબુતી સાથે બંધ થયો હતો. સોમવારે શરૂ થયેલા નવા સપ્તાહમાં માર્કેટની વાત કરવામાં આવે તો 30માંથી 12 શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે 18 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ONGC, ટેક મહિન્દ્રા, HDFC બેન્ક, ઈન્ફોસીસ, NTPC એશિયન પેઈન્ટમાં ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે બજાજ ઓટો, L&T, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી, HCL, TCS અને બજાજ ફિનસર્વમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. બજેટ બાદ શેર માર્કેટમાં થયેલો આ સૌથી મોટો ઘટાડો છે.

આમ થવા પાછળનું એક કારણ કોરોના વાયરસના વધી રહેલા કેસ પણ જવાબદાર છે. જેની અસર શેર માર્કેટ પર પડી છે. બીજી તરફ વધી રહેલી મોંઘવારીની અસર શેર માર્કેટમાં જોવા મળી છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના કેસ અને ઉચ્ચ મુલ્યાંકન પર ચિંતાનો વિષય એફપીઆઈ ઈન્ફ્લો પણ છે. ભારતીય માર્કેટમાં ખરીદી થઈ રહી છે પણ પ્રવાહની ગતિ થોડી ધીમી છે. વૈશ્વિક માર્કેટને ધ્યાને લેતા કેટલાક રોકાણકારોએ અત્યારે રોકાણ કરવાનું બંધ કરી દીધું છે. જેની એક અસર જોવા મળી રહી છે. બીજી તરફ કેટલાક રોકાણકારો એવા પણ છે જે સોનામાં રોકાણને સૌથી સુરક્ષિત માની રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp