એક વર્ષમાં 81 ટકા વધી આ શેરની કિંમત, પેની શેર બની ગયો મલ્ટીબેગર

PC: indianexpress.com

શેર માર્કેટમાં ઘણી વખત લોકો મલ્ટીબેગર શેરની શોધમાં રહેતા હોય છે. આ વર્ષે એવો જ એક મલ્ટીબેગર સાબિત થયો છે ટ્રાન્સગ્લોબ ફૂ્ડ્સ કંપનીના શેર. એક વર્ષમાં આ કંપનીના શેરની કિંમતમાં 81 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલા એટલે કે નવેમ્બર, 2019માં આ શેરની કિંમત માત્ર 2.80 રૂપિયા હતી, પરંતુ 14 નવેમ્બરના રોજ દિવાળીના દિવસે મૂર્હત ટ્રેડિંગમાં આ શેરની કિંમત 228.20 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ રીતે એક વર્ષમાં કંપનીએ તેના રોકાણકારોને 8050 ટકા રિટર્ન આપ્યું છે.

આ શેરમાં જો કોઈએ એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયા રોક્યા હશે તો તેને આજે તેના 81.50 લાખ રૂપિયા મળ્યા હશે. તેનાથી જો 30 શેરવાળા સૂચકાંક સેન્સેક્સની તુલના કરીએ તો સેન્સેક્સમાં માત્ર 8.78 ટકાનું રિટર્ન મળ્યું છે. હાલમાં થોડા દિવસોથી તેમાં નરમી જોવા મળી રહી છે. પપરંતુ એક વર્ષ પહેલાની સરખામણીએ તેણે તેના શેરધારકોને જબરજસ્ત રિટર્ન આપ્યું છે. 17 નવેમ્બર એટલે કે ગઈકાલે ટ્રાન્સગ્લોબ ફૂડ્સનો શેર 2 ટકા તૂટીને 223.26 રૂપિયા પર બંધ થયો હતો.

આ શેર 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસના મૂવિંગ એવરેજથી ઉપર કારોબાર ચાલી રહ્યો છે. આ વર્ષે 29 ઓક્ટોબરના રોજ આ શેર 52 મહિનાની ઊંચાઈએ 302 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ કંપની માત્ર BSEમાં લીસ્ટેડ છે. NSEમાં નથી. કંપનીનો કારોબાર અને પરિણામ જોઈએ તેટલા સારા નથી, જેથી આમાં રોકાણ કરનારાઓએ રોકાણ કરતા પહેલા તપાસ કરવી જરૂરી છે. માર્ચ 2020માં પતેલા નાણાંકીય વર્ષમાં કંપનીએ 18 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. ટ્રાન્સગ્લોબ ફૂડ્સ એક ફૂડ પ્રોસેસિંગ કંપની છે, જે પેક્ડ શાકભાજી, ફ્રૂટસ અને કોન્સેન્ટ્રેટ જેવા ઉત્પાદનોની નિકાસ કરે છે. બરોડા, ગુજરાતમાં હેડ ક્વાર્ટર ધરાવતી આ કંપનીની સ્થાપના 1986માં કરવામાં આવી હતી.

શેર માર્કેટની દુનિયામાં એક શબ્દ છે મલ્ટીબેગર. મલ્ટીબેગર શેર એ શેરને કહેવામાં આવે છે, જે રોકાણકારોને રોકાણની કિંમતના બદલે અનેક ગણું રિટર્ન આપે છે. પરંતુ આવા શેરની સાચી ઓળખ કરવી ઘણી જરૂરી છે. દિગ્ગજ રોકાણકાર પીટર લિંચના કહેવા પ્રમાણે, જો રોકાણકાર મલ્ટીબેગરની સાચી ઓળખ કરી શકે છે તો તેમાં લાંબા સમય સુધી પોતાનું રોકાણ બનાવી રાખી છે, તેમના પૈસા આવનારા સમયમાં ઝડપથી વધે છે.

ખરેખર શેર માર્કેટ એવી જગ્યા છે, જ્યાં સાચા રોકાણની ઓળખ હોય તો તમે ઓછા સમયમાં પોતાના રોકાણથી ઘણું વધારે રિટર્ન મેળવી શકો છો. પરંતુ આ રોકાણ જોખમોને આધીન હોય છે. પરંતુ જો શેરના ફંટામેન્ટલ મજબૂત છે તો તેના પર માર્કેટના ઉતાર ચઢાવની ખાસ અસર થતી નથી. છેલ્લા  વર્ષની વાત કરીએ તો કેટલાંક એવા શેર છે, જેમણે રોકાણકારોના પૈસા 1000 ઘણા વધારીને આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp