રાકેશ ઝુનઝુનવાલાની રોકાણવાળી કંપનીએ લિસ્ટિંગ પર બનાવ્યા અમીર, શેર પર 79 ટકા નફો

PC: imgk.timesnownews.com/story/

ગેમીંગ અને સ્પોર્ટ્સ મીડિયા પ્લેટફોર્મ નઝારા ટેકનોલોજોની શેર માર્કેટમાં દમદાર એન્ટ્રી થઈ ગઈ છે. નઝારા ટેકનોલોજીના શેર BSE અને NSE પર 79% પ્રીમિયમ સાથે લીસ્ટ થયા છે. IPO માટે ઈસ્યુ પ્રાઈસ 1100-1101 રૂ. પ્રતિ શેર નક્કી થયો હતો. જ્યારે BSE પર 1971 રૂ. અને NSE પર 1990 રૂ. ભાવ યાદીમાં ફિક્સ થયો છે. એટલે કે દરેક શેરમાં લીસ્ટ ગેઈન 79 ટકા રહ્યો છે.

આ કંપનીમાં મોટા રોકાણકાર તરીકે રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કર્યું છે. જેને લઈને રોકાણકારોમાં સારો એવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઈસ્યુને રોકાણકારોએ 176 ગણો સબસ્ક્રાઈબ કર્યો છે. 200 કરોડથી વધારેના ઈસ્યુમાં આ વર્ષે સૌથી વધારે સબસ્ક્રાઈબર્સ થનારો આ બીજો ઈસ્યુ છે. લોટ સાઈઝ 13 શેરનો હતો એટલે કે IPOમાં 14313 રૂ. લગાવવાના હતા. નઝારા ટેકનોલોજીના IPO પર રોકાણકારો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. રીટેઈલ રોકાણકારો માટે રીઝર્વ પોર્સન 75 ગણી બોલી મળી હતી. જ્યારે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે રીઝર્વ પોર્સન 104 ગણું સબસ્ક્રાઈબશન થયું છે. નોન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે રીઝર્વ પોર્સનને 390 ગણી બોલી મળી છે. એન્જલ બ્રોકિંગે સ્પષ્ટ કર્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીને મોટી ખોટ ગઈ હતી. પણ કંપનીએ જાહેરાત અને પ્રમોશન પર ખર્ચ વધાર્યો છે. જેનો ફાયદો મળી રહે છે. કંપનીની ટોપલાઈન ગ્રોથ આવનારા સમયમાં શ્રેષ્ઠ જોવા મળી રહી છે. નઝારા ટેકનોલોજી ગેમિંગ અને સ્પોર્ટ્સ મીડિયા પ્લેટફોર્મમાં એક મોટી કંપની છે. કંપનીનું બિઝનેસ મોડલ પણ સારૂ છે. BP ઈક્વિટાસ અનુસાર નઝારા ટેક્નોલોજી લીસ્ટિંગ ગેઈન માટે સારી છે. મોબાઈલ ગેમીંગ ઈન્ડસ્ટ્રીમાં કંપનીને ફાયદો થશે. આ પહેલી એવી પ્યોર પ્લે ગેમીંગ કંપની છે. જે શેર માર્કેટમાં લીસ્ટ થઈ છે. લીસ્ટિંગના પ્રથમ ગ્રે માર્કેટમાં નઝારા ટેક્નોલોજી સાથે શેર પ્રીમિયમ 64 ટકા હતું.

ગ્રે માર્કેટમાં શેર 690-700 રૂ. પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતું. જોકે, થોડા દિવસ પહેલા કંપનીને એક મોટી આર્થિક ખોટ ગઈ હતી. 840-850 રૂ. પર ટ્રેડ રહ્યો હતો. જોકે, ગ્રે માર્કેટમાંથી પ્રીમિયમથી સારૂ લીસ્ટિંગ થવાના સંકેત મળી રહ્યા હતા. નિતિશ મિત્રસેન નઝારા ટેક્નોલોજીના સ્થાપક છે. વર્ષ 2000માં આ કંપનીની સ્થાપના થઈ હતી. વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશીપ, છોટા ભીમ, મોટું પતલું સીરિઝ ગેમ માટે જાણીતી છે. આ જ કંપનીની અન્ય કંપની નોડવિંગ ગેમીંગ સમગ્ર દેશમાં તમામ પ્રકારની ગેમ ઈવેન્ટનું આયોજન કરે છે. ભારત સિવાય પણ આફ્રિકા, મીડલ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ જેવા 60થી વધારે દેશમાં કંપનીનો કારોબાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp