એક બારીએથી તમામ મંજૂરી

PC: rajasthan.gov.in

ગુજરાતમાં મૂડી રોકાણ માટે આવતા ઉદ્યોગકારોને એક જ સ્થળેથી તેમની જરૂરી પરવાનગીઓ મળી રહે તે હેતુથી ગુજરાત સિંગલ વિંડો ક્લીયરન્સ વિધેયક-૨૦૧૭ વિધાનસભા પસાર કરવામાં આવ્યું છે. સિંગલ વિંડો ક્લીયરન્સ વિધેયકથી ઔદ્યોગિક વિકાસની વૃદ્ધિ માટે ઔદ્યોગિક સાહસો માટે જરૂરી લાયસન્સ, પરવાનગીઓ અને પ્રમાણપત્રો કાઢી આપવાની પ્રક્રિયા ઝડપી બનશે. આ અધિનિયમમાં સમયમર્યાદામાં કામ થાય, સત્તાધિકારીની જવાબદારી નક્કી કરવા સાથે રાજ્યમાં ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અને સહાય કરવા ત્રણ સ્તરીય સત્તા મડંળી જોગવાઈ પણ કરવામાં આવી છે.

1992 થી ગુજરાતમાં એક બારી પધ્ધતિ અમલમાં લાવવા માટે પ્રયાસો થયા છે. ચિમનભાઈ પટેલની સરકરથી લઈને આજ સુધીમાં તમામ સરકારોએ તેનો અમલ કરવાના પ્રયાસો કર્યા છે. પણ તેમાં બહુ સફળતાં મળી નથી. હવ તેના માટેનો કાયદો પસાર કરાયો છે. ત્યારે જો તેનો અમલ થતો હોય તો ભ્રષ્ટાચાર અટકાવી શક્ય તેમ છે. ઝડપી મંજૂરીઓ મળી શકે તેમ છે.

ઉદ્યોગો માટે આવી સીંગલ વિન્ડો સીસ્ટમ બની છે. તેનો કાયદો પણ બનાવાયો છે. પણ લોકોની મંજૂરીઓ, તેમના પ્રશ્નો કે ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે એક બારી પધ્ધતિ અંગે સરકારે ક્યારેય વિચાર્યું નથી. પ્રજા મત આપે તે નાણાં રળાવી આપતી નથી. તેથી ઉદ્યોગોને પ્રાયોરીટી આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp