બિટકોઈન ઘટાડાના ગ્રાફને ભૂલીને જીવનનો આનંદ માણો: અલ સાલ્વાડોર પ્રમુખ

PC: nasdaq.com

ક્રિપ્ટોકરન્સીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા છે. આ વર્ષે બિટકોઈનમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. બિટકોઈન 2022માં તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીથી લગભગ 61 ટકા ઘટી ગયો છે. આ ઘટાડા પર બોલતા અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે એક ટિપ્પણી કરી છે. તેમણે રવિવારે ટ્વીટ કર્યું કે, રોકાણકારોએ બિટકોઈનના ગ્રાફને જોવાનું બંધ કરવું જોઈએ અને જીવનનો આનંદ માણવો જોઈએ.

અલ સાલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલે કહ્યું કે, લોકોએ BTC ગ્રાફ જોવાનું બંધ કરવું જોઈએ અને જીવનનો આનંદ માણવો જોઈએ. બુકેલે ટ્વીટ કર્યું કે, હું જોઉં છું કે કેટલાક લોકો #Bitcoin માર્કેટ કેપ વિશે ચિંતિત છે. રોકાણકારો માટે મારી સલાહ છે કે તેઓ ગ્રાફ જોવાનું બંધ કરે અને જીવનનો આનંદ માણે. જો તમે #BTC માં રોકાણ કર્યું હોય તો તમારું રોકાણ સુરક્ષિત છે અને તેની કિંમત બીયર બજાર પછી ઘણી જ વધી જશે. ધીરજ એ જ એની ચાવી છે.


તમને જણાવી દઈએ કે, મધ્ય અમેરિકાનો એક નાનકડો તટીય દેશ અલ સાલ્વાડોર બિટકોઈનને લીગલ ટેન્ડર તરીકે અપનાવનારો વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. બિટકોઈનમાં અલ સાલ્વાડોરના રોકાણનું મૂલ્ય અડધાથી વધુ થઈ ગયું છે. આ મધ્ય અમેરિકન દેશે ઓગસ્ટ 2020માં સૌપ્રથમ બિટકોઈન ખરીદ્યા હતા અને મે 2022માં હમણાંની તાજેતરની ખરીદી સાથે તેની તિજોરીમાં 2,300થી વધુ બિટકોઈન એકઠા કર્યા છે. સપ્ટેમ્બર 2021માં અલ સાલ્વાડોર બિટકોઈનને કાયદાકીય ટેન્ડર બનાવનારો પ્રથમ દેશ બન્યો.

જોખમી રોકાણોમાં વેચવાલીને કારણે ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઘટાડો થવાનું ચાલુ છે. સૌથી મોટો ક્રિપ્ટો બિટકોઈન શનિવારે 7.46 ટકા ઘટીને 18,915.29 ડૉલર પ્રતિ યુનિટ પર પહોંચ્યો હતો. વળી રવિવારે સવારે તેમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બિટકોઈન 4.54 ટકાના ઘટાડા સાથે 18,088.50 (USD) ડૉલર પર પહોંચી ગયો હતો. જોકે સમાચાર લખાય છે ત્યારે તેમાં 1.01 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp