સુરતના હીરાના વેપારીએ 100 કરોડનું ફૂલેકું ફેરવ્યું

PC: dicholding.com

હીરા ઉદ્યોગમાં છેલ્લા એક મહિનાથી સ્થિતિ સુધરી રહી છે પરંતુ બે દિવસ પહેલાં મહીધરપૂરા હીરા બજારમાં ઉદ્યોગ કરતા એક વેપારીના ગાયબ થઈ જવાથી તેના ઊઠી જવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વેપારી પાસે સુરત અને મુંબઈના વેપારીઓના 100 કરોડથી વધુ રૂપિયા ફસાયા હોવાની ચર્ચા છે.

હીરા ઉદ્યોગના સૂત્રો અનુસાર મુંબઈ અને સુરતના હીરાના વ્પારીઓ પાસે રફ હીરા ખરીદી કટિંગ અને પોલિશિંગ પછી સુરતમાં તેનું વેચાણ કરનાર વેપારી બે દિવસ પહેલાં ઓફીસ બંધ કરીને ગયો હતો પણ હજી સુધી પાછો ફર્યો નથી. લેણદારો તેની દુકાને પહોંચ્યા હતા અને આસપાસના દુકાનદારો પાસે માહિતી લીધી હતી.

કોઈ ચોક્કસ જાણકારી ન મળતા લેણદારોએ તેના ઘરે જઈને અને તેના પરિચિતોની પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ માહિતી મેળવી શક્ય ન હતા. લેણદારોએ તે વેપારીના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેનો મોબાઈલ સ્વીચ ઓફ મળ્યો. લોકોને શંકા છે કે લેણદારોના પૈસા ચૂકવવાથી બચવા માટે તે ભાગી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp