સુરતના સુપરસ્ટોરના માલિકનું 80થી 100 કરોડમાં ઉઠમણુ, ક્રિપ્ટોમાં નાણા ડૂબ્યા?

PC: llamasoft.com

સુરત અને દક્ષિણ ગુજરાતમાં સુપર સ્ટોરની ચેઇન ચલાવતા એક માલિકે રૂપિયા 80થી 100 કરોડનું ઉઠમણું કર્યું હોવાની વાત બહાર આવી છે. ક્રિપ્ટો કરેન્સીમાં નાણા ડૂબ્યા પછી લેણદારોને ચૂકવી ન શકતા વાત બહાર આવી છે.

 સુરતમાં સૌથી જૂના અને પ્રતિષ્ઠિત સુપર સ્ટોર તરીકેની ખ્યાતિ ધરાવનાર સંચાલકના પુત્રએ નાના નાના  સેંકડો લોકો પાસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યું હોવાનું કહેવાય છે. પોતે ફસાઇ જતા સ્ટોરના માલિકે હાથ ઉંચા કરી દેતા લેણદારો ભેરવાઇ ગયા છે. હાલમાં જ મળતી જાણકારી મુજબ 150 જેટલા લેણદારોએ અઠવાલાઇન્સમાં સ્ટોરના માલિકના બંગલે હંગામો મચાવ્યો હતો. જો કે લેણદારો રકમ મેળવવામાં સફળ થયા નથી. રવિવારથી જ લેણદારોએ ઉઘરાણી માટે દબાણ શરૂ કર્યું હતું.

સુરતમાં બુધવારે રાત્રે એક સુપરસ્ટોર્સના માલિકે ઉઠમણું કર્યું હોવાની વાતે ભારે ચર્ચા જગાવી હતી. તેમણે શાકભાજીવાળા, નાના વેપારીઓ , રિક્ષાવાળા, હીરાના વેપારી વગરે અનેક લોકો પાસેથી રૂપિયા ભેગા કરીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું. ક્રિપ્ટો કરન્સીના ભાવ બેસી જતા ફુટી જત પુત્ર ભેરવાઇ ગયો હતો. લેણદારોએ છેલ્લાં 4 મહિનાથી ઉઘરાણી શરૂ કરી હતી, પણ સ્ટોરના માલિકનો પુત્ર કોઇકને કોઇક બહાના કાઢીને લેણદારોને પટાવી લેતો હતો.4 મહિનાથી અકળાયેલા લેણદારોએ રવિવારે સ્ટોરના માલિકના ઘરે હંગામો મચાવ્યો હતો.

એવું પણ કહેવાય છે કે લેણદારોથી બચવા અડાજણના એક માથાભારે બિલ્ડરને વચ્ચે પાડ્યો છે.જે લેણદારોને ધમકાવી રહ્યો છે.સ્ટોરના માલિક લેણદારોને એવું કહી રહ્યો છે કે સાઉથ આફ્રિકામાં મોટી રકમ ફસાઇ હોવાથી રૂપિયા ચુકવી શકાઇ તેમ નથી.

બીજી તરફ લેણદારોની મુશ્કેલી એવી છે કે બધાએ રોકડા રૂપિયામાં વહેવાર કર્યો  હોવાથી પોલીસ ફરિયાદ કરવાથી ડરી રહ્યા છે. 2-2 લાખનું રોકાણ કર્યું હોય તેવા 50થી વધુ લોકો હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, મોઢ વણિક સમાજના આ સુપરસ્ટોરના માલિકના પરિવારજનોનું કહેવું છે કે કોઇએ અફવા ઉડાવી છે. તેમના પરિવારમાંથી કોઇ ઉઠમણું થયું નથી. કોઇને પૈસા આપવાના નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp