GST: કરચોરો પર ત્રાટકવા સેલની કરાશે રચના

PC: greatlakes.edu.in

ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગૂ થવાની સાથે જ કેન્દ્ર સરકાર કરચોરો પર નિગરાની રાખવા એક અલગ સેલ ખોલવા જઈ રહી છે. કર માળખામાં ફેરફારની સાથે જ સેલમાં ટેક્સનાં નિષ્ણાત સલાહકારોની નિમણૂંક કરવામાં આવી રહી છે. ભારત ભરમાં વ્યાપ્ત વિવિધ કંપનીઓનાં પ્લાન્ટ્સ, એજન્સીઓ, માર્કેટીંગ ઓફીસો અને અન્ય એકમો પર નજર રાખવા વિશેષ સેલની રચના કરવામાં આવી રહી છે. આ સેલ સીધી રીતે પીએમઓ અને નાણા મંત્રાલયની અંતર્ગત કાર્યરત રહેશે. સેલની રચના માટે સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ પણ તૈયારી શરૂ કરી દીધી છે.

દેશભરમાં નવી કર વ્યવસ્થામાં GSTની અમલવારી એક મહત્વપૂર્ણ પગલું મનાય છે. કોંગ્રેસ સરકારે આ કર માળખાની સર્વ પ્રથમ વખત પહેલ કરી હતી. સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડીયાનું માનવું છે કે GST લાગૂ થવાથી દેશની અર્થ વ્યવસ્થા પર દુરોગામી અસરો પડવાની શક્યતા રહેલી છે. એવુ મનાય કે GSTનાં કારણે સકારાત્મક અસર પડશે. વેપારની આંતરિક સ્થિતિમાં મોટાપાયા પર પરિવર્તન આવશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

GST તંત્રનાં ઢાંચા માટે સરકાર દ્વારા નિષ્ણાતોની નિમણૂંક કરવામાં આવી રહી છે. સિટી અને રૂરલ લેવલ સુધી GST માટેનાં વસુલાત સેન્ટરો ઉભા કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારનો દાવો છે GSTનાં લીધે નવી યુનિફોર્મ ટેક્સ રચના થવાથી નેશનલ માર્કેટનાં નિર્માણની નવી દિશા ખુલવાની શક્યતા જોવા મળી રહી છે. વેપારમાં પાર્દિશતાનાં લાભ મળવાનાં શરૂ થઈ ગયા છે. હવે જોવાનું એ રહે છે કે ગ્રાહકોનાં ગજવામાંથી GST પેટે કેટલા રૂપિયાની વસુલાત કરવામાં આવશે. GST રજિસ્ટ્રેશન કરવામાં હાલ ઔદ્યોગિક એકમો, કોર્પોરેટ કંપનીઓ અને નાનાથી લઈ મોટા વેપારીઓ અરજી કરી રહ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર GST ચોરો પર ત્રાટકવાનું શરૂ કરશે એવું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp