વિશ્વના 20 ધનકુબેરોની યાદીમાં અદાણીની એન્ટ્રી, એક દિવસમાં 36000 કરોડ સંપત્તિ વધી

PC: forbsindia.com

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની વૈશ્વિક યાદીમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ એન્ટ્રી કરી લીધી છે. ફોર્બ્સની યાદી અનુસાર તા.6 એપ્રિલના રોજ એમની સંપત્તિમાં 4.9 અબજ ડૉલર-આશરે 36000 કરોડથી પણ વધારેનો ગ્રોથ નોંધાયો છે. આ સાથે વિશ્વના બિલિયોનેરની યાદીમાં તેઓ પહેલી વખત 20માં ક્રમે પહોંચ્યા છે. રીયલ ટાઈમ ડેટા અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે 61.4 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે.

ગૌતમ અદાણી 8.9 અબજ ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના ધનકુબેરોની યાદીમાં 155માં ક્રમે હતા. 2020ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થ અંદાજે 8 ગણી વધી છે. એક સમયે રિલાયન્સ ગ્રૂપ ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના ધનકુબેરોની યાદીમાં 5માં ક્રમે હતા. 2021ની શરૂઆતથી એમની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફોર્બ્સના લીસ્ટ અનુસાર તા.6 એપ્રિલના રોજ મુકેશ અંબાણીની નેટવર્થ 1.8 અબજ ડૉલરથી ઘટીને 76.4 અબજ ડૉલર રહી છે. આ યાદીમાં અંબાણીનું સ્થાન નીચે ખસીને 12માં ક્રમે પહોંચ્યું છે. તેમ છતાં જ્યારે પણ દેશના અમીર વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે એમનું નામ અચૂક લેવામાં આવે છે. તેમ છતાં 2020 મુજબ બંનેની સંપત્તિમાં તફાવત રૂ.2 લાખ કરોડ જેટલો રહ્યો છે. જે અત્યારે ઘટીને 1.10 લાખ કરોડ રૂપિયા થયો છે. જાણકારોનું એવું અનુમાન છે કે, આગામી બેથી ત્રણ વર્ષમાં અદાણી અને અંબાણીની સંપત્તિ એક ટોચ પર પહોંચી શકે છે. ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓમાં છેલ્લા કેટલાક સમયથી તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રૂપની લીસ્ટેડ કંપનીઓમાં 182થી 728 ટકા સુધીનો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મ વર્ષ 2019માં શરૂ થઈ હતી. ત્યાર બાદ ગૌતમ અદાણીનો ગ્રોથ સૌથી ઝડપી બન્યો છે. 2019-21 વચ્ચેના ગાળામાં અદાણીની સંપત્તિમાં 147.72 ટકાનો વધારો થયો છે. બીજી બાજું મુકેશ અંબાણીની સંપત્તિ 59.15 ટકા જેટલી જ વધી છે. ભાજપ કેન્દ્રમાં આવ્યા બાદ 2014થી ગણીએ તો વીતેલા આઠ વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 267 ટકા જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિમાં 432 ટકાનો વધારો થયો છે. અદાણીની નેટવર્થ વધારવામાં અદાણી ગ્રૂપની એનર્જી સેક્ટરની કંપની અને અદાણી ગ્રીન્સનો મોટો તેમજ મહત્ત્વનો ફાળો છે. સરકારી પોલીસી અદાણી ગ્રૂપ માટે ઘણી ફેવરેબલ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp