રિઝર્વ બેંકે બેંકોના ડિવિડન્ડ પર મર્યાદા લગાવી, રોકાણકારોમાં નિરાશા

PC: entrackr.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાંકીય વર્ષ 2019-20ના સમયગાળામાં બેંકોને ડિવિડન્ડ આપવા પર રોક લગાવી હતી. રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષ 2020-21ના સમયગાળા માટે બેંકોને ડિવિડન્ટ ચુકવવા માટે મર્યાદા લગાવી દીધી છે.કેન્દ્રીય બેંકનું કહેવું છે કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં બેંકોની નાણાકિય સ્થિતિ પર અસર જોતા આ પગલુ લેવું પડયું છે.

બેંકોના ડિવિડન્ડ પર આધાર રાખતા ઘણા લોકોને મુશ્કેલી ઉભી થશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા જારી કરવામાં આવેલા નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું  છે કે જો બેંકો ઇચ્છે તો 31 માર્ચે 2021ના રોજ પુરા થયેલા નાણાંકીય  વર્ષ માટે ડિવિડન્ડ આપી શકશે, પરંતુ માત્ર શર્ત એટલી રહેશે કે આ ડિવિડન્ડ પેઆઉટ રેશિયોથી 50 ટકા કરતા વધારે હોવું જોઇએ.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 4 મે, 2004ના રોજ તમામ બેંકો માટે ડિવિડન્ડની ચુકવણીના સમાન નિયમ લાગૂ કર્યા હતા. તમામ બેંકો માટે કેટલાંક ધારાધોરણો નકકી કરવામાં આવ્યા છે, જે પુરા કર્યા પછી જ ડિવિડન્ડની ચૂકવી શકાય છે.

ડિવિડન્ડ આપવા માટે બેંકો પાસે છેલ્લાં બે નાણાંકીય વર્ષોમાં 9 ટકાથી વધુ મૂડી પર્યાપ્તતા હોવી આવશ્યક છે, જેથી તેમની પાસે પૂરતી મૂડી બની રહે. બેંકોનો નેટ NPA 8 ટકાથી ઓછો હોવો જોઇએ. કોઇ પણ સંજોગોમાં ડિવિડન્ડ ચૂકવણી રેશિયો 40 ટકાથી વધારે ન હોવો જોઇએ.

RBIએ કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેરમાં વધી રહેલી અસ્થિરતા જોતો બેંકોનું મજબૂત રહેવું ખુબ જરૂરી છે. બેંકોએ પહેલાં પગલાંમાં મૂડીની સુરક્ષા કરવી જોઇએ અને અપેક્ષિત નુકશાનને ઓછું કરવું જોઇએ.

જાણકારોના કહેવા મુજબ ખાનગી બેંકો પણ નાણાંકીય વર્ષ 2020-21નું ડિવિડન્ડ આપવામાં કંજૂસાઇ કરી શકે છે. ખાનગી બેંકો ડિવિડન્ડ આપવામાં આમ તો અગ્રેસર રહેતી હોય છે. આ પહેલાં એચડીએફસી બેંકે સ્પષ્ટતા કરી દીધી હતી કે આ વર્ષ અને આવતા વર્ષે પણ બેંક ડિવિડન્ડ આપશે નહીં.

કોરોના મહામારીની બીજી લહેરમાં ફરી એકવાર લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને  મોટાભાગના ધંધો રોજગાર પર માઠી અસર પડી રહી છે. રૂપિયાનું ચકકર જ જાણે અટકી ગયું છે. બેંકોના મોટાભાગનો સ્ટાફ સંક્રમિત થવાને કારણે બેકીંગ સમયમાં પણ ઘટાડો કરવાની રિઝર્વ બેંકે જાહેરાત કરી હતી. બેંકીગ બિઝનેસ પર પણ કોરોનાની વ્યાપક અસર થઇ છે ત્યારે બેંકો માટે પણ ડિવિડન્ડની ચૂકવણી કરવી મુશ્કેલ બને તેમ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp