આગામી ત્રણ મહિનામાં રૂપિયો પોતાનું સૌથી નીચલું સ્તર ટચ કરી શકે છે: Reuters Poll

PC: tribuneindia.com

હાલમાં જ ભારતીય રૂપિયો 80 રૂપિયાથી થોડો રીકવરી મોડમાં જોવા મળી રહ્યો છે. આજે એટલે કે, ગુરુવારે રૂપિયો સામાન્ય વધારા સાથે 79.68ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. હવે એક્સપર્ટ્સનું કહેવું છે કે, આગલા ત્રણ મહિનામાં ભારતીય રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તર પર જઇ શકે છે. આ વાત ફોરેન એક્સચેન્જ સ્ટેટેજિસ્ટ દરમિયાન કરાયેલા Reuters Pollમાંથી સામે આવી છે.

પોલમાં માર્કેટ એક્સપર્ટે કહ્યું છે કે, રૂપિયામાં કડાકાના કારણે વધતું ફિસ્કલ ડેફિસિટ અને સેફ હેવન કહેવાતા અમેરિકન ડોલરની તરફ વિશ્વભરની કરન્સીઓનો વધતો પ્રવાહ છે. આ પોલમાં 40 એનાલિસ્ટોએ ભાગ લીધો છે. 40માંથી 18 એટલે કે, 50 ટકા એનાલિસ્ટોનું માનવું છે કે, આગામી 3 મહિનામાં રૂપિયો ડોલરની સરખામણીમાં 80 રૂપિયાને પાર કરી જશે. જ્યારે તે પહેલા જૂલાઇમાં કરવામાં આવેલા પોલમાં ફક્ત 30 ટકા એનાલિસ્ટો આ મુદ્દે સંમત હતા.

જ્યારે એનાલિસ્ટોને પૂછવામાં આવ્યું કે, આગામી ત્રણ મહિનામાં ડોલરની સરખામણીમાં રૂપિયાનું નીચલું સ્તર કયું હશે તો 16 જાણકારોએ કહ્યું હતું કે, આ દરમિયાન ડોલરની સરખામણીમાં રૂપિયો 79.75-81.80ની વચ્ચે રહી શકે છે. જ્યારે અમે આની એવરેજ કાઢીયે છીએ તો તે 80.50 થાય છે. પણ જાણકારોએ એમ પણ કહ્યું કે, ઘણી બધી વાતો તેના પર નિર્ભર કરે છે કે, રિઝર્વ બેન્ક વ્યાજ દરો પર કઇ રીતે નિર્ણય લે છે.

રૂપિયો એક મહિનાથી 80.065ની આસપાસ પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. ગયા મંગળવારે રૂપિયો ડોલરની સરખામણીમાં 78.490 પર એટલે કે, એક મહિનામાં પોતાના ઉચ્ચ સ્તર પર પહોંચતો નજરે પડ્યો હતો. તેનાથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને થોડી રાહત મળી છે. પાછલા કેટલાક સમયથી રૂપિયાને ડોલરની સરખામણીમાં 80ની આસપાસ બનાવી રાખવા માટે રિઝર્વ બેન્ક પોતાના વિદેશી મુદ્રા ભંડારમાંથી બજારમાં ડોલર લગાવી રહી છે. પણ તે છતાં રૂપિયામાં રિકવરી વધુ સમય સુધી રહેવાની આશા નથી દેખાતી.

વૈશ્વિક સ્તર પર વધતા કાચા તેલના ભાવ, યુક્રેન-રશિયા યુદ્ધ અને ભારતનું વધતું ફિસ્કલ ડેફિસીટ રૂપિયાને નબળો બનાવી રહ્યા છે. HDFC બેન્કની સાક્ષી ગુપ્તા કહે છે કે, અમેરિકા અને ચીન વચ્ચે તાઇવાનને લઇને થયેલા વિવાદે પણ અમેરિકન ડોલરને વધુ ચમકાવ્યો છે. પોલમાં નિષ્કર્ષ એ પણ નીકળે છે કે, શુક્રવારે આવનારી RBIની પોલોસીમાં રેપો રેટ ઓછામાં ઓછા 0.35 ટકાના વધારાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp