મોંઘવારીથી આખી દુનિયા પરેશાન, પણ ભારતની સ્થિતિ સારી

PC: thehansindia.com

દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મોંઘવારીથી ભારત જ નહીં પણ આખી દુનિયા હેરાન થઇ ગઇ છે. ભારતની સ્થિતિ તો હજુ પણ ઘણી સારી છે. જ્યારે કેટલાક દેશો પર તો મંદી આવવાનો ડર છે. ગોપીનાથે કહ્યું કે, આમ તો ભારતમાં ઉપભોક્તા આધારત છુટક મોંઘવારી સૂચકાંક સતત ત્રીજા મહિને વધ્યો છે, પણ અન્ય દેશોની સરખામણીએ ભારતની હાલત ઘણી સારી છે. ભારતની નાણાંકીય હાલત પણ અન્ય દેશોથી સારી છે. IMFની પહેલી ડેપ્યુટી એમડી ગોપીનાથે કહ્યું કે, કેટલાક દેશોમાં તો ટેક્નિકલી જોવા જઇએ તો મંદી પણ આવી શકે છે. પણ ભારતે તેનાથી ડરવાની જરૂર નથી.

ગોપીનાથનું કહ્યું છે કે, ભારત પાસે પર્યાપ્ત વિદેશી ભંડાર છે. GST સહિત અન્ય ટેક્સ કલેક્શન પણ શાનદાર છે. RBI પાસે લગભગ 600 અબજ ડૉલરનું વિદેશી મુદ્દા ભંડાર કોઇપણ આપાત કાલિન સ્થિતિને સંભાળવા માટે પર્યાપ્ત છે. આવામાં ભારત પાસે મોંઘવારી અને મંદી સાથે લડવા માટે પર્યાપ્ત સાધન છે, જે અન્ય દેશોની સ્થિતિથી ભારતને અલગ પાડે છે.

વાણીજ્ય મંત્રી પીયૂષ ગોયલે દાવોસના મંચ પર કોર્પોરેટ જગતનો સાથ માંગ્યો. તેમણે કહ્યું કે, દેશમાં મોંઘવારીની સ્થિતિ ગંભીર થતી જાય છે ને કોર્પોરેટ જગતે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારનો સાથ આપવો જોઇએ. સરકાર અને RBI પણ મોંઘવારીથી લડવા માટે નીતિગત પગલાં લઇ રહી છે, પણ વ્યાજદરો વધવાથી વિકાસ દર પણ ધીમો થઇ શકે છે. કોર્પોરેટ જગતે આ મુદ્દે સરકારનો સાથ આપવો પડશે.

IT સેક્ટરના ભવિષ્યને જોતા ઇન્ફોસિસ અને એચસીએલ જેવી કંપનીઓના પ્રમુખો સાથે વાતચીત કરવામાં આવી છે. ભારતમાં IT સેક્ટર માટે આગળ ઘણી સંભાવનાઓ છે. ઇન્ફોસિસના એમડી સલિલ પારેખે કહ્યું કે, મોટી કંપનીઓનો ફોકસ હજુ પણ ડિજિટાઇઝેશન પર છે અને દેશમાં ડિમાન્ડની ઝડપ પણ વધી રહી છે. એચસીએલ ટેકના સીઇઓ સી વિજયકુમારે કહ્યું કે, ભારતમાં આઇટી ક્ષેત્રની ડિમાન્ડ સારી છે અને કંપનીઓનો ફોકસ ડિજિટલ ગ્રોથ પર દેખાઇ રહ્યો છે. IT સેક્ટરમાં વિશ્વભરમાં દબાણ અનુભવાઇ રહ્યું છે. તેથી આ સેક્ટર હવે ફરીથી રોકાણકારોને શાનદાર રિટર્ન આપવા માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp