જો આ રીતે પૈસા ખર્ચવા પર ધ્યાન રાખશો તો નહીં થાય ઘરમાં ઝઘડા

PC: mustbethistalltoride.com

હંમેશા બે મિત્ર સાથે ઝઘડા થતા રહેતા હોય છે. ત્યારે આ વિશે પિત કહે છે કે કપડા પર પત્નીનો ખર્ચ વધતો જાય છે તો પત્ની કહે છે કે ગેજેટ્સના વિશે પતિના ગાંડપણ પરિવારના બચતખાતા પર અરસ નાખી રહી છે. કોઇ પણ પરિવારમાં હંમેશા રૂપિયા-પૈસા મામલે સહમતિ બનાવી રાખવી સરળ નથી હોતી.

સામાન્ય સહમતિને લગ્નનું લક્ષ્ય નહીં બનાવવા વિશે ઓશો કહતા હતાં કે આપણે હંમેશા પોતાનાથી ભિન્ન લોકોની તરફ વધું આકર્ષિક થઇએ છીએ. આ કુદરતની ગોઠવણ છે. પછી વિવાહમાં બંધાયેલા લોકોમાં સહમતિ કઇ રીતે બને? અમે અસહમતિથી સહમત થવું અને તેનું સમ્માન કરવાનું શીખવું જોઇએ. આવો જોઇએ કે નાણાકીય મામલા સાથે જોડાયેલ નિર્ણયો પર તકરાર કઇ રીતે ઓછી કરી શકાય છે.

પહેલા તો પોતાના માટે, તેમના માટે અને બધા માટે પૈસાની ફાળવણી કરી લો. કેટલાક કિસ્સામાં સામાન્ય રીતે કોમન પુલથી ખર્ચ સરળતાથી કરી શકાય છે. અન્ય માટે અલગ-અલગ રકમ નક્કી કરવી યોગ્ય છે. જેથી મનમુજબ ખર્ચ કરવાની ટેવ રહે છે. જ્યારે કોઇ બીજાના ખર્ચને વ્યર્થ માને છે તો પછી ક્લેજશરૂ થાય છે, માટે આ રીતે ના થવું જોઇએ.

બીજું કામ એ છે કે કોમન પૂલમાં પૈસા રાખવા પર બજેટ અને કેટલાક સિદ્વાંતોના આધાર પર નિર્ણય લેવામાં આવે. એક મિત્ર પોતાના પગારમાંથી ઘર ખર્ચ ચલાવતી હતીં અને ઇએમઆઇ ચૂકવતી હતી, તો તેના પતિ પોતાની આવકનો ઉપયોગ મૂડીનું રોકાણમાં કરતો હતો. ત્યારે દુર્ભાગ્યથી તેમના છુટાછેડા થઇ ગયાં અને સંપિતમાં પોતાના ભાગ માટે પત્નીને અદાલતની ચક્કર લગાવવી પડી. ઘણાં કપલ સંબંધમાં મધુરતાની વચ્ચે રૂપયા-પૈસા અલગ-અલગ રાખવાનું યોગ્ય નથી માનતાં.

ત્રીજીવાત, પૈસા સાથે જોડાયેલી દર નાના નિર્ણય પર સામાન્ય સહમતિના પ્રયત્નો ના કરો. એક મિત્રની પત્નીએ વેપારનો જુસ્સો હતો. નિવૃત પતિને રકમ ગુમાવવા બેસવાનો ડર રહેતો હતો. પછી તેમણે નક્કી કર્યું કે પત્નીના વીઆરએસથી મળી રકમનો એક ભાગ વેપાર માટે રહેશે. ઘર ખરીદવું, તેને રેનોવેટ કરવું સહિત જેવા ખર્ચ પર સહમતિ બનાવી રાખવી મુશ્કેલ હોય છે.

ચોથી સ્થિતિ એ છે કે કેટલાક કપલ રૂપિયા-પૈસા સાથે જોડાયેલી અસલી સ્થિતિ પર વાત નથી કરતાં. આવો પરિવાર આ સામાજિક રિવાજ સાથે જોડાય રહે છે કે પતિએ સુપરમેન હોવા જોઇએ. એવામાં પતિનો ઇગો તેને આ જણાવવાથી રોકે છે કે કોઇ કામ માટે કેટલા પૈસા કમ પડી રહ્યાં છે. પરિવારના દરેક સભ્યોને જાણકારી હોવી જોઇએ કે પૈસા એક મર્યાદિત સાધન છે અને તોલમાપ કરીને જ તેને ખર્ચ કરવાનો નિર્ણય લેવો જોઇએ. પરિવારના સ્તર પર નિર્ણય લેવાથી બાળકોને પણ શીખવાની તક મળશે.

પાંચમી વાત એ છે કે મૂડી રોકાણના વિશે સામાન્ય સહમતિ બનાવવી સરળ નથી હોતી. સાહસના મુલ્યાંકન પર ધ્યેય અલગ-અલગ હોય શકે છે. કોઈ શેરોથી જોડાયેલા જોખમ ઉભા થવા તૈયાર દેખાશે તો બીજા ફિક્સડ ડિપોઝિટથી આગળ આવવો ના જોઇએ. કુટુંબની વેલ્થથી એસેટ એલોકેશનના નિર્ણય કરવામાં આ પ્રકારના મતભેદ ઉપયોગી સાબિત થઇ શકે છે. જેથી આખા પૈસા કોઇ એક જ સાધનમાં ધકેલવાની સ્થિતિથી બચી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp