વેલ્યૂ ફંડ્સની આ 5 સ્કીમોએ એક વર્ષમાં 44થી 64 ટકા સુધી વળતર આપ્યું છે

PC: livemint.com

વેલ્યૂ ફંડસમાં છેલ્લાં દોઢ વર્ષમાં લોકોના ઇન્ટરેસ્ટ વધ્યો છે. વર્ષ 2020 પહેલાં સુધી બજારની તેજીનો ફાયદો માત્ર પસંદગીના શેરો સુધી જ સિમિત હતો. જો કે છેલ્લાં 12થી 18 મહિનામાં બજારમાં બ્રોડ રેલી જોવા મળી રહી છે. મતલબ કે બધા સેકટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જેને કારણે આકર્ષક વેલ્યુએશન  પર ટ્રેડ કરીને શેરોની કિંમતમાં અનેક ગણો વધારો જોવા મળ્યો. આ બધા કારણોને લીધે વેલ્યૂએશન ફંડ્સમાં બહાર આવી.

મોટાભાગના વેલ્યૂ ફંડ્સમાં મિડ અને સ્મોલ કેપ શેરોની ભરમાર છે. નિષ્ણાત આવા સ્ટોકસમાં ઓછામાં ઓછા 7 વર્ષ સુધી રોકાણ કરવાની સલાહ આપતા હોય છે. આ ફંડ્સ સ્ટોકની પસંદગી માટે પ્રાઇસ ટૂ અર્નિગ્સ (PE), પ્રાઇસ ટૂ બુક (P/B), રિટર્ન ઓન ઇક્વિટી (ROE) જેવા માપદંડોનો પ્રયોગ કરતા હોય છે. આ સેકટરના એવા 5 ફંડ્સ વિશે જાણીએ જેમણે 44થી 64 ટકા રિટર્ન આપ્યું છે એક વર્ષમાં.

IDFC સ્ટર્લિંગ વેલ્યૂ ફંડ- આ ફંડ 13 વર્ષથી કાર્યરત છે. આ કેટેગરીમાં સૌથી વધારે રિટર્ન આપતું ફંડ છે. વેલ્યૂ રિસર્ચના આંકડા મુજબ આ સ્કીમમાં છેલ્લાં 1 વર્ષમાં 64 ટકા જેટલું વળતર મળ્યું છે. આ ફંડે સૌથી વધારે મિડ અને સ્મોલ કેપ પર દાવ લગાવ્યો છે. ફંડના પોર્ટફોલિયોમાં ફાયનાન્શીઅલ. ઓટોમોબાઇલ, એફએમસીજી, ક્ન્સ્ટ્રકશન જેવી કંપનીઓના શેરો છે. આ ફંડ 4207 કરોડ રૂપિયાનું ફંડ મેનેજ કરે છે.

SBI Contra Fund- આ ફંડે છેલ્લાં 1 વર્ષમાં 58.3 ટકા વળતર આપ્યું છે. આ સ્કીમ જુલાઇ 1999થી ચાલે છે. આ ફંડનો ટ્રેક રેકર્ડ વેલ્યૂ સ્ટોક્સમાં દાવ લગાવવાનો છે.  ફંડે પોતાના એસ્સેટના 55 ટકા રકમ મિડ અને સ્મોલ કેપમાં રોકાણ કરેલી છે. આ ફંડ 3106 કરોડ રૂપિયાની એસ્સેટ મેનેજ કરે છે.

Templeton India Value Fund-  આ ફંડે 1 વર્ષમાં 51.9 ટકા રિટર્ન આપ્યું છે. આ ફંડ છેલ્લાં 25 વર્ષથી કાર્યરત છે. આ ફંડ એવું છે જેણે લાર્જ કેપ શેરોમાં 74 ટકા રકમનું રોકાણ કરેલું છે. આ ફંડ 621 કરોડ રૂપિયાની એસ્સેટ મેનેજ કરે છે.

Nippon India Value Fund-  આ ફંડે 46 ટકા રિટર્ન આપ્યું છે. તેણે પોતાના પોર્ટફોલિયોમાં 65 ટકા હિસ્સો મિડ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરેલું છે. તેના પોર્ટફોલિયોમાં ફાયનાન્શીઅલ સેકટરના શેરો વધુ છે. આ ફંડ 4368 કરોડ રૂપિયાની એસ્સેટ મેનેજ કરે છે.

L&T India Value Fund-  આ ફંડે છેલ્લાં 1 વર્ષમાં 44 ટકા રિટર્ન આપ્યું છે. આ ફંડે 54 ટકા રકમ લાર્જ કેપમાં અને 46 ટકા રકમ મિડ અને સ્મોલ કેપ શેરોમાં રોકેલી છે. ફંડના બેલેન્સ માટે તેના પોર્ટફોલિયોમાં કેટલાંક સ્ટોકસ નિફ્ટી બાસ્કેટના છે. આ ફંડ 8009 કરોડ રૂપિયાની એસ્સેટ મેનેજ કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp